તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચોરાઉ 11 ફોન, બાઈક સાથે 2 તસ્કર જબ્બે

ચોરાઉ 11 ફોન, બાઈક સાથે 2 તસ્કર જબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ કુલ 82 હજારનો મુદામાલ ગાંધીધામ એલસીબીએ જપ્ત કર્યો

ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ

ગાંધીધામલોકલ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે આદિપુર બસ સ્ટૅશન પાસે વોચ ગોઠવી બે શખ્સોને 11 ચોરાઉ મોબાઈલ અને એક બાઈક સાથે ઝડ્પી લીધા હતા. આદિપુરના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી ઘરફોડ ચોરીઓની ઘટના વધવા પામી હતી. આખરે આમાની મહતમ ઘટનાઓને ઓપ આપનારા શખ્સોને એલસીબીએ પકડી પાડતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

આદિપુરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થાના લીરા ઉડાડી તસ્કરોએ એક બાદ એક ઘરફોડ ચોરીઓને ઓપ આપ્યો હતો. ગાંધીધામની ગુના શોધક શાખાએ બાતમીના આધારે આદિપુર બસ સ્ટેશન પાસેથી બે શંકાસ્પદ લોકોની અટક કરી તપાસ કરતા થયેલી 4થી વધુ ઘરફોડ ચોરીઓના ગુન્હા ઉકેલાયા હતા. એલસીબીના સુત્રોએ જણાવ્યા અનુસાર ચોરાઉ મોબાઈલ વેંચવા માટે બે શખ્સો ફરી રહ્યાની બાતમી મળતા અને તે મણીનગરથી બસ સ્ટૅશન તરફ આવી રહ્યાની જાણકારી મળતા ત્યાં વોચ ગોઠવી હતી. ત્યારે બાઈક પર સવારબે શખ્સો આવતા તેમને ઉભા રહેવાનો ઈશારો કરતા બંન્ને શખ્સોએ ઉભા રહી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંન્નેને પકડી પાડી પુછપરછ કરતા તે દેવાંગ વાલજી ગઢવી (ઉ.વ. 27) (રહે. મણીનગર, મકાન નં. 91, આદિપુર, મુળ પાંચોટીયા, તા. માંડવી) અને મામદ હાસમ ત્રાયા (ઉ.વ.19) (રહે. મણીનગર ઝુપડા, આદિપુર, મુળ ઝીંકડી, તા. ભુજ) હોવાનું સામે આવ્યુ હતુ. મામદની અંગ ઝડતી લેતા તેના કબ્જામાંથી 22 હજારની કિંમતના વિવિધ કંપનીના 6 મોબાઈલ અને દેવાંગની ઝડતી લેતા તેની પાસેથી 35 હજારની કિંમતના 5 મોબાઈલ મળી આવ્યા હતા. જેના આધાર પુરાવા માંગતા કશું મળ્યુ નહતું અને તે જે બાઈક પર સવાર થઈ રહ્યા હતા તે જીજે 12 બીએચ 0111 અંગેના આધાર પુરાવા મળતા જપ્ત કરી બંન્નેને પકડી પાડ્યા હતા. પકડાયેલા કુલ 11 ફોન અને એક મોટર સાઈકલનો રેકોર્ડ ચેક કરાવતા આદિપુર પોલીસ સ્ટેશનથી 4થી વધુ ગુન્હાનો દાખલ થયાનું સામે આવ્યંુ હતું. કુલ 82 હજારના મુદામાલ સાથે બંન્ને ઈસમોને વધુ તપાસ માટૅ અટક કરી તપાસ આદરી હતી. કામગીરીમાં એલ.સી.બી. પી. આઈ. એચ.એલ. રાઠોડ, ડી.જી. બડવા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

ઝડપાયેલા આરોપીઓ

આદિપુરમાં લાંબા સમયથી ઘરફોડ ચોરીઓની ઘટના વધી હતી

અન્ય સમાચારો પણ છે...