તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રઘુવંશી નગરની ડ્રેનેજ લેવલ હોતા ગંદુ પાણી ઘરમાં પરત ફરે છે

રઘુવંશી નગરની ડ્રેનેજ લેવલ હોતા ગંદુ પાણી ઘરમાં પરત ફરે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાભાનુશાલી નગરની પાછળના ભાગમાં ધરતીકમ્પ બાદ અસ્તિત્વમાં આવેલી વસાહત રઘુવંશી નગરમાં પાણી પૂરવઠા વિભાગે બે વર્ષ અગાઉ ડ્રેનેજ લાઈન નાખી છે. ઘણા રહેણાંકો ના લેવલ કરતા બે બે ફુટ જેટલી ઊંચી હોતા ગટર નું પાણી પાછું ઘરમાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા.

વિસ્તારમાં રહેતા મોહનભાઇ ગોરના જણાવ્યા મુજબ ઘર કનેક્શન આપવા પાણી પૂરવઠા અને ગટર બોર્ડ દ્વારા નખાયેલી ડ્રેનેજ લાઈન ની લેવલ બરોબર નથી. ગત વર્ષે ફેબ્રુઆરીમાં વિભાગમાં રજુઆત કર્યા બાદ ઈજનેર સ્થળ તપાસ કરી અને જે કચાશ છે તે દૂર કરવાની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી કોઈ કામગીરી થઇ નથી. હાલમાં સુધરાઈ દ્વારા રસ્તો બનાવવામાં આવી રહ્યો છે ત્યારે સમસ્યા યથાવત રહેશે તેવી શક્યતા છે. સિમેન્ટ રોડનું કામ થઈ ગયા બાદ ખોદ કામ કરી રસ્તાને તોડવો તે વ્યાજબી લાગતા જો તાત્કાલિક અસરથી ભૂલ સુધારી લેવામાં આવે તો પ્રજાના પૈસા વેડફાય નહિ. હાલ સરકારી સગવડતા હોવા છતાં પણ ભોંખાર થી ચલાવવું પડે તેમ છે.

જે તે સમયે DPR માં રસ્તો નહિ હોય,તેથી સમસ્યા ઉભી થઇ હોય : ભગોરા

રઘુવશીંનગરમાં ગટર લાઈન ફિટીંગનું કામ બે વર્ષ અગાઉ થયું છે, તેથી હું મુદ્દાથી જાણકાર નથી. કદાચ એવું બની શકે કે, તે સમયે DPR માં રસ્તો બનાવવાનું પ્લાનિંગ નહી હોય, તેથી લેવલમાં ફેરફાર હોઈ શકે. જોકે, અમને કાલે રૂબરૂ રજુઆત કરવા આવ્યા હતા, ટેક્નિકલ સ્ટાફ પાસે ચેક કરાવી લઈશ. - કે.બી.ભગોરા, કાર્યપાલક ઈજનેર, પા. પૂ.ગ.વ્ય.

પાણી પુરવઠા બોર્ડે કરેલી કામગીરીની ગુણવત્તામાં શંકા, ગટરલાઇન પાણીના વહેણમાં ખુલ્લી મૂકી દીધી

અન્ય સમાચારો પણ છે...