તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કુકમા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં મહીલાઓ ઉમટી પડી

કુકમા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં મહીલાઓ ઉમટી પડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના કુકમામાં ગ્રામ પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં વિશાળ સંખ્યામાં ગામની મહિલાઓ ઉમટી પડી હતી. સરપંચ કંકુબેન અમૃતલાલ વણકરે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં લોકો આવતા નથી હોતા, પરંતુ 5મી જૂને ગામની મહિલાઓ વિશાળ સંખ્યામાં ઉમટી પડી હતી. સામાન્ય સભામાં નવા વાલ્વમેનની ભરતી કરવા, વિશાળ અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવવા, ગેરકાયદે 24 કલાક પાણી મેળવતા જોડાણો કાપવા સહીતના નિર્ણયો લેવાયા હતા. બોક્સ : હે : પર્યાવરણ દિન હોવાથી વૃક્ષારોપણ કરાયું

5મી જૂને પર્યાવરણ દિવસ હોવાથી કોમ્યુનિટી હોલમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પ્રસંગે જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડો. બ્રહ્મક્ષત્રિય, ઉપસરપંચ હરિભાઇ રાઠોડ, તાલુકા પંચાયતના સભ્ય પાર્વતીબેન રાઠોડ, ન્યાય સમિતિના ચેરમેન તેજશીભાઇ સંજોટ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...