તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હમીરસર તળાવની માટી એરપોર્ટ રોડ પરની હોટલો પાસે ઠલવાય છે

હમીરસર તળાવની માટી એરપોર્ટ રોડ પરની હોટલો પાસે ઠલવાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાહૃદય સમાન હમીરસર તળાવના ખાણેતરા દરમિયાન માટીનો ઉપાડ થઇ રહ્યો છે અને તે ખેતરને બદલે ખાનગી પ્લોટોમાં ઠલવાઇ રહ્યો છે, જેમાં એરપોર્ટ રોડ પરની સાતેક હોટલોમાંથી 4 જેટલી હોટલોએ પણ માટી ઉપાડી છે. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ હમીરસર તળાવના ખાણેતરા માટે ખાણ ખનીજ ખાતાની મંજુરી લેવાઇ હતી અને ખેડૂતોને ખેતર માટે સ્વખર્ચે માટી ઉપાડી જવા છૂટ અપાઇ હતી, જે માટે ખેડૂતોને 7/12નો દાખલો અને સોગંદનામું રજુ કરવાનું હતું. સોગંદનામામાં ખોટી વિગતો જણાવવી ફોજદારી ગુનો છે. આમ છતા હમીરસર તળાવમાંથી ખેતર સિવાયના ઉપયોગ માટે માટી ઉપડી રહી છે. ખાનગી હોટલની પાછળના પ્લોટમાં હમીરસર તળાવમાંથી માટી ઉપાડીને ઠલવાઇ રહી હોવાનું ખાણ ખનીજ ખાતાના ધ્યાનમાં આવતા જાત તપાસ કરવા ટીમ પહોંચી ગઇ હતી, પરંતુ એરપોર્ટ રોડ ઉપર આવેલી સાતેક જેટલી ખાનગી હોટલોમાંથી ચારેક હોટલ માલિકોએ હમીરસર તળાવની માટી મેળવી હોવાના હેવાલ છે.

ખાણેતરા દરમિયાન તળાવને વિશેષ ઊંડુ કરાયું

7માં દિવસે 2800 ઘનમીટર માટી કઢાઇ હતી

હમીરસરતળાવના ખાણેતરાનો 2 જૂને પ્રારંભ થયો હતો. 8મી જૂન ગુરુવારના 216 આઇવા ડમ્પર, 10 ટ્રક, 39 ટ્રેકટર ભરીની માટી ઉપાડાઇ હતી, જે 2800 ઘનમીટર જેટલી થવા જાય છે.

સંસ્થાઓઅને સરકારી કચેરીઓએ પણ માગણી મૂકી

સેનિટેશનસમિતિના ચેરમેન ધીરેન ઠક્કરે જણાવ્યું હતું કે, ગુરુવારના બિન સરકારી સંસ્થાઓ અને સરકારી કચેરીઓએ પણ હમીરસર તળાવની માટીની માગણી કરી હતી, જેથી તેમને સંબંધિત ખાતાનો સંપર્ક સાધવા કહેવાયું છે.

ખાનગી પ્લોટમાં ગેરકાયદે માટીની ચકાસણી કરવા તંત્ર પહોંચ્યું

અન્ય સમાચારો પણ છે...