તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છમાં એક અબજના ખર્ચે વીજ માળખું સુદૃઢ બનાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં એક અબજના ખર્ચે વીજ માળખું સુદૃઢ બનાવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસ્તારનીદૃષ્ટિએ વિશાળ કચ્છમાં વીજ માળખું વિકસે અને સુદૃઢ બને તે હેતુ કેન્દ્ર સરકારે અેક અબજ જેટલી માતબર રકમ ફાળવી છે જેના કામો આગામી બે વર્ષમાં આટોપી લેવાશે તેવું ભુજમાં યોજાયેલી પીજીવીસીએલના અધિકારીઓ સાથેની બેઠકમાં કચ્છના સાંસદે જણાવ્યું હતું.

કચ્છના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને વધુ સારી વીજ સેવા મળી રહે તે હેતુથી ફાળવાયેલા એક અબજના કામો અંગે માહિતી આપતાં સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે, કેન્દ્રની યોજના હેઠળ ગામડાઓ માટે 37 કરોડ અને શહેરો માટે 61 કરોડ ખર્ચાશે જેના કામોનો પ્રારંભિક તબક્કે આરંભ કરી દેવાયો છે અને બે વર્ષમાં તેને આટોપી લેવાશે.

કલેક્ટર મુકુલ ગાંધીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં પૂર્વ કચ્છના વીજ વડા દિલિપ કોડિયાતરે કહ્યું હતું કે, કચ્છમાં નવા 64 વીજ ફિડરો ઉભા કરાશે. ઉપરાંત જ્યોતિ ગ્રામ યોજનાના મજબૂતીકરણ અન્વયે વીજ વાયરો બદલવા, નવા વીજ પોલ ઉભા કરવા, નવા વીજ જોડાણો આપવા, 11 કેવીની લાઇનો બદલવા, અર્થિંગ સહિતના કામોનો સમાવેશ થાય છે. તબક્કાવાર સામગ્રી મળ્યેથી વીજ માળખાના વિકાસ સાથે સુદ્રઢ બનાવાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી સી. જે. પટેલ, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા તથા ઇજનેરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સરહદે કરણી બીઓપી ઝળહળશે

કચ્છની સરહદે જ્યાં તિરંગા યાત્રાનું સમાપન થયું હતું તે કરણી બોર્ડર આઉટ પોસ્ટ પર વિદ્યુત પુરવઠો મળતો હોવાની જે તે સમયે જવાનોએ સાંસદ સમક્ષ રજૂઆત કરી હતી જેને પગલે 11 કિલો મીટર લાંબી વીજ લાઇનો નાખવાનું તાત્કાલિક આયોજન કરાયું હતું. કામ પૂર્ણતાના આરે હોતાં આગામી દિવસોમાં બીઓપી લાઇટથી ઝળાંહળાં થશે.

કેન્દ્રની યોજના તળે બે વર્ષમાં વિકાસ કામો થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો