તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કેલીફોર્નિયા ખાતે પર્વાધિરાજ પર્યુષણની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેલીફોર્નિયા ખાતે પર્વાધિરાજ પર્યુષણની ઉજવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૈનોનુંમહાપર્વ પર્યુષણ જ્યારે સમગ્ર વિશ્વમાં ભાવભેર ઉજવાઇ રહ્યું હોય ત્યારે અમેરીકા પણ તેનાથી અછૂતું નથી રહ્યું. જૈન સેન્ટર ઓફ સધર્ન કેલીફોર્નિયા ખાતે પણ 1500 થી વધારે ભાવિકોએ સંવત્સરી નિમિત્તે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉમંગભેર ભાગ લીધો હતો.

સમાજના તપસ્વીઓ ફાલ્ગુની ગાલા, અશોક સાવલા, બિદડા સર્વોદય ટ્રસ્ટના વિજય છેડા, નીલમ ગાલા સહિતના અારાધકોએ અન્યોને પ્રેરણા પૂરી પાડી હતી.

સંઘના પ્રમુખ વિરેન્દ્ર શાહે વધુ વિગત આપતાં જણાવ્યું કે, વર્ષે સંઘ દ્વારા વિવિધ યુનિવર્સિટીઓના 91 જેટલા વિદ્યાર્થીઓને બપોરનું ગરમ ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરાઇ હતી અને દાતાઓના સહયોગથી સેવા દર વર્ષે ચાલુ રાખવાની નેમ વ્યક્ત કરાઇ હતી.

જૈન સેન્ટર ઓફ સધર્ન કેલીફોર્નિયા દ્વારા બિદડા સર્વોદય ટ્રસ્ટને જે દાન અપાયું હતું તેમાંથી રિહેબ વિભાગે નેપાળમાં રીહેબીલિટેશન સેન્ટર અને ઉત્તરાખંડમાં 80 બાળકો અભ્યાસ કરી શકે અને 20 અનાથ બાળકો રહીને ભણી શકે તેવી હોસ્ટેલનું નિર્માણ કરાયું છે.

દર વખતની જેમ વખતે પણ જીવદયા અને સાધુ-સાધ્વી ફંડ જે એકત્ર કરાયું હતું તે માગણી અનુસાર જે-તે પાંજરાપોળોને નિયમ મુજબ મોકલવામાં આવશે.

આવતા વર્ષે જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનનું જે કુંભ વધાવવામાં આવ્યો તેને પધરાવવા માટેની બોલીમાં 75,000 ડોલર એકત્ર થયેલા છે જે રકમ જીરાવાલા પાર્શ્વનાથને મોકલી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો