તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • છોકરાઓના ઝઘડામાં મોટેરાઓ બાખડી પડતાં 2ને ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોકરાઓના ઝઘડામાં મોટેરાઓ બાખડી પડતાં 2ને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામશહેરના કાર્ગો આઝાદનગરમાં નાના છોકરાઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીમાં મોટાઓ વચ્ચે પડતાં મામલો બિચક્યો હતો, જેમાં લાકડીઓ વડે સામસામે આવી જતાં મારમારી થઇ હતી, જેમાં બે વ્યક્તિને ઇજાઓ થતાં પોલીસ બન્ને પક્ષે સામ સામે ફોજદારી ફરિયાદો નોંધી હતી.

પોલીસ સૂત્રોએ એલકારભાઈ મદરૂપાજી નટ (ઉ.વ.62)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુરુવારે રત્રિના 9:30થી 10ના અરસામાં નાના છોકરાઅો વચ્ચે બોલાચાલી થતાં તેનું મનદુ:ખ રાખી બાબુ નિલમભાઈ નટ તથા રતનબેન નટે તેઓને ગાળો આપી લાકડી વડે માર માર્યો હતો, તો પ્રતિ ફરિયાદમાં બાબુભાઈ જાલમભાઈ નટએ પોતાના એલકારભાઈ મદરૂપાજી નટ, તેજમાલ એલકારભાઈ નટ, નસીબ એલકારભાઈ નટે ગાળો આપી લાકડી વડે માર મારી ઈજાઓ પહોંચાડતાં પોલીસે બન્ને પક્ષે સામ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો