તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બકરાઇદમાં ગાયની કુરબાની નહીં આપવા મુસ્લિમોને અપીલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બકરાઇદમાં ગાયની કુરબાની નહીં આપવા મુસ્લિમોને અપીલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અખિલકચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી જુમાભાઇ રાયમાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, 13મી સપ્ટેમ્બરે ઇદ-ઉલ-અઝહા ‘બકરી ઇદ’ આવી રહી છે, જેમાં દરેક મુસ્લિમ ભાઇઓએ કુરબાની કરવી વાજીબ છે. દરેક પોત-પોતાના ધર્મ મુજબ પોતાની આસ્થા કાયમ રાખવી પણ ફરજ છે, પરંતુ આપણા કચ્છમાં હિન્દુ ભાઇઓની લાગણીઓને સમજી જેથી કોઇપણ એવા જાનવરની કુરબાની કરવી જોઇએ, જેનાથી હિન્દુઓની લાગણી દુભાય. હિન્દુ ધર્મમાં ગાય આસ્થાનું પ્રતીક છે, માતા તરીકે પૂજે છે. મુસ્લિમોએ હિન્દુ ધર્મની ભાવનાનો પણ આદર કરવો જોઇએ, જેથી ગાયની કુરબાની કરવામાં આવે એવી અપીલ કરવામાં આવે છે. ક્યાંય પણ કોઇ મુસ્લિમ આવી હરકત કરે, તો દરેક મુસ્લિમ આગળ આવે અને આવું કૃત્ય કરતા રોકે.કચ્છમાં અમન અને શાંતિ જળવાઇ રહે, સાથે આપણે તહેવારો ભાઇચારા અને શાંતિથી ઉજવી શકીએ.

સંસ્થાના મહામંત્રી મામદભાઇ આગરિયાએ જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજ ઘેટા-બકરાની કુરબાની કરવાની હોય છે, જેથી પોલીસ તંત્ર કે અન્ય લોકો ઘેટા-બકરાના વાહનોને ખોટી રીતે રોકી હેરાન-પરેશાન કરે અને મુસ્લિમ સમાજની લાગણીઓ અને ભાવનાનો આદર કરે.

‘તંત્ર ઘેટા-બકરાના વાહનને રોકે’

સંસ્થાના મહામંત્રી મામદભાઇ આગરિયાએ જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજ ઘેટા-બકરાની કુરબાની કરવાની હોય છે, જેથી પોલીસ તંત્ર કે અન્ય લોકો ઘેટા-બકરાના વાહનોને ખોટી રીતે રોકી હેરાન-પરેશાન કરે અને મુસ્લિમ સમાજની લાગણીઓ અને ભાવનાનો આદર કરે.

ઊંટની કતલ કરવી મોટો ગુનો છે

ઊંટનીકતલ કરવી, માર મારવો, ભૂખ્યો રાખવો, વધારે પડતો ભાર ભરવો તે કાયદા મુજબ ગુનો બને છે, 3 માસની જેલ અને 100 રૂપિયાનો દંડ થાય છે. બંધારણ મુજબ ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે કે, તેણે જીવ માત્ર પ્રત્યે દયા રાખવી. વળી ઊંટની કતલ કરવાથી પર્યાવરણને નુકસાન પહોંચે છે. પોલીસ આવા કેસમાં જાતે ફરિયાદી બની શકે છે.

હિન્દુઓની લાગણી અને કાયદાને ધ્યાને લો : કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો