• Gujarati News
  • National
  • બન્ની પચ્છમના બીજા સરપંચનો કમળાએ જીવ લીધો

બન્ની-પચ્છમના બીજા સરપંચનો કમળાએ જીવ લીધો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બન્નીમાંથોડા સમય પહેલાં ડુમાડો ગામના સરપંચનું કમળાની બીમારીથી ટૂંકી સારવાર દરિમયાન મોત થયું હતું, ત્યાં જામકુનરિયાના સરપંચનો રોગે ભોગ લીધો છે. સદ્દગતની અંતિમયાત્રામાં બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

જામકુનરિયાના 53 વર્ષીય સમા લાના હાજી સાલેને કમળો થતાં બે મહિનાથી સારવાર લેતા હતા, જે કારગત નીવડતાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં તમનો જીવનદીપ બૂઝાઇ ગયો હતો. થોડા સમય પહેલાં ત્રીજી વાર ગામના મુખી તરીકે ચૂંટાયા હતા.

ભુજ તાલુકા ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ, કચ્છ જિલ્લા ભાજપના સંગઠન મંત્રી તેમજ કાઢવાંઢ ખેડૂત સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે આરૂઢ હતા. વિસ્તારના સામાજિક કામોમાં સતત વ્યસ્ત રહી લોકોના રાહબર બનેલા અગ્રણીનાં મોતથી વિસ્તારમાં ગમગીની માહોલ છવાઈ ગયો છે. શનિવારે નીકળેલા જનાઝામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. મૌલાના સુલેમાન મોહમદીએ નમાજ પઢાવી સામૂહિક દુઆ કરી હતી.

ડુમાડો પછી જામકુનરિયાના મોભી ‘પીળિયા’ રોગમાં સપડાયા

મૃતક સરપંચ સમા લાના હાજી સાલે