કાર અને છકડો ભટકાતાં 3ને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એરપોર્ટરોડ પર પુરપાટ જતી કારે છકડાને ટક્કર મારતાં છકડા પલ્ટી મારી ગયો હતો જેના કારણે અંદર બેઠેલી ત્રણ મહિલાઓને પહોંચતા બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ગુરૂવારે બપોરે ત્રણ વાગ્યે છત્રીસ ક્વાર્ટર પાસે આવેલા ચાર રસ્તા નજીક કોરવ્હીલ કાર જીજે 12 ડીએ 5252 નંબરની કારના ચાલકે છકડાને ટકકર મારતાં છકડો પલ્ટી મારી ગયો હતો જેમા સવાર સકીનાબેન જાનમામદ નોડે, શરીફાબેન કાસમ નોડે, શબાનાબેન અલાના નોડે રહે ત્રણે ગાંધીનગરીને સારવાર અર્થે જી.કે.માં દાખલ કરાઇ હતી પોલીસે સીધીક નોડેની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...