જિ.પંચાયતમાં લાખેણું ભૂંગું બન્યું કચરાપેટી
જિ.પંચાયતમાં લાખેણું ભૂંગું બન્યું કચરાપેટી
ભુજમાં જિલ્લા પંચાયતની કચેરી આવેલી છે, જેના સત્તાધિકારીઓ અને પદાધિકારીઓએ રણોત્સવની શરૂઆત થઇ ત્યારે મોટી રકમ ખર્ચી મડવર્કનો પાંચેક ફૂટ મોટો કચ્છી ભૂંગો ખરીદ્યો હતો. જેણે ભુજમાં કાર્નિવલ સમયે પણ સારું એવું આકર્ષણ જમાવ્યું હતું. જે છેલ્લે જિલ્લા પંચાયત કચેરીના સ્વાગત રૂમમાં મૂકાયો હતો, પરંતુ ત્યારબાદ ખૂણામાં ધકેલી તેની અંદર કચરો ઠાલવી દેવાયો છે.