તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુમાફિયાઓના કબ્જામાંથી જંગીની ગૌચર જમીનને મુકત કરાવો

ભુમાફિયાઓના કબ્જામાંથી જંગીની ગૌચર જમીનને મુકત કરાવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં ગૌચર જમીન પર ગેરકાયદે પેશકદમી અને ઉધ્યોગ જુથોને તેની આડેધડ ફાળવણીના લીધે મુંગા પશુઓ માટેનો ચરીયાણ ચિંતાજનક રીતે ઘટી રહ્યો છે. ત્યારે ભચાઉ તાલુકાના જંગી ગામના લોકોએ પણ ગામની ગૌચર જમીનને ભુમાફિયાઓના ક્જામાંથી છોડાવવા માટે ભુજ ખાતે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

માલધારી વિકાસ સંગઠનના નેજા હેઠળ ગ્રામજનોએ સુત્રોચ્ચાર સાથે પોતાનો આક્રોશ પ્રદર્શીત કરી અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતુ઼. આવેદનપત્રમાં જણાવાયું કે સરકારના નિયમ અનુસાર 100 પશુદીઠ ઓછામાં ઓછી 40 એકર ગૌચર નીમ થયેલી હોવી જોઇએ. પણ જંગી ગામમાં 29,000 જેટલું પશુધન હોવા છતાં માત્ર 98 એકર ગૌચર નીમ થયેલી છે. આ જમીન પર પણ હાલ દબાણકારોનો કબ્જો હોતાં ગામના પશુધન માટે ચરીયાણની મોટી સમસ્યા સર્જાઇ છે.

માલઘારી વિકાસ સંગઠને તંત્રને 10 દિવસનું અલ્ટીમેટમ આપી જો આ સમયગાળામાં કોઇ કાર્યવાહી નહી થાયતો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...