તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • AC સુપરફાસ્ટ 2 જુલાઇથી હળવદ રોકાશે

AC સુપરફાસ્ટ 2 જુલાઇથી હળવદ રોકાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાન્દ્રાથી ભુજ વચ્ચે દોડતી એસી સુપરફાસ્ટ એકસપ્રેસ ટ્રેનને આગામી 2 જુલાઇથી હળવદ રેલવે સ્ટેશને સ્ટોપેજ અાપવાનો નિર્ણય લેવાયો છે. સપ્તાહમાં 3 દિવસ દોડતી આ ટ્રેનને રેલવેમંત્રી પિયુષ ગોયલના આદેશથી 6 માસના પ્રાયોગીક ધોરણે સ્ટોપેજ અપાયો હોવાનું પશ્ચીમ રેલવેની અેક યાદીમાં જણાવાયું હતું. ટ્રેન નંબર 22903 2 જુલાઇથી સવારે 8-59ના હળવદ આવી 9-01ના ભુજ જવા રવાના થશે. જયારે ટ્રેન નંબર 22904 સાંજે 7-08 ના હળવદ પહોંચી 7-10ના બાન્દ્રા તરફ રવાના થશે તેવું જનસંર્પક અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...