તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કેરળમાં રામકૃષ્ણ મિશન દ્વારા રાહત કાર્યો શરૂ

કેરળમાં રામકૃષ્ણ મિશન દ્વારા રાહત કાર્યો શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેરળમાં આવેલાં ભયાનક પૂરના પગલે આપતિમાં ફસાયેલા લોકો માટે રામકૃષ્ણ મિશન દ્વારા રાહત કાર્યો શરૂ કરાયા છે. સંસ્થાએ ઉભા કરેલા કેમ્પોમાં અનાજ, કપડા અને તબીબી સારવારની સુવિધા આપવામાં આવી રહી છે. કાલડી ખાતેના આશ્રમમાં મિશનની શાળાને રાહત શિબિરમાં ફેરવાઇ છે તથા 2800 જેટલા લોકોને રહેવા, ભોજન અને દવાઓ વિતરણ કરવામાં આવ્યા છે. તિરૂવાલ્લા તેમજ કોથલાઇન્ડી કેન્દ્ર તરફથી રાહત સામગ્રીનું વિતરણ કરાઇ રહ્યું છે. લોકો 500 રૂપિયાથી 2 લાખ સુધીનું દાન મોકલી શકે છે. આ માટે rkmath.in/keralafloodrelief2018 લિંકનો ઉપયોગ કરવો તેમ ભુજના રામકૃષ્ણ યુવક મંડળના પ્રમુખ કેશવ કે. ગોરની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...