તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આર્મિના ઉચ્ચાધિકારીએ કચ્છની દરિયાઇ સરહદનો તાગ મેળવ્યો

આર્મિના ઉચ્ચાધિકારીએ કચ્છની દરિયાઇ સરહદનો તાગ મેળવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતિય આર્મિની પંજાબ રેજીમેન્ટના કર્નલ કક્ષાના ઉચ્ચ અધિકારીએ મંગળવારે કચ્છની ક્રીક સરહદનું નિરીક્ષણ કરી દરિયાઇ સરહદની સલામતીનો તાગ મેળવ્યો હતો. હેલીકોપ્ટર મારફત લખપત નજીકના બીવીકુઆ સ્થિત આર્મિ કેમ્પ ખાતે પહોંચી આવેલા આ વરિષ્ઠ અધિકારીએ સ્થાનિક આર્મી અધિકાીઓ સાથે બેઠક યોજી જરુરી ચર્ચા વિચારણા કરી હતી.

બેઠક બાદ પંજાબ રેજીમેન્ટના આ કર્નલે સ્પીડબોટ મારફત દરીયાઇ સરહદનું નિરીક્ષણ કરી ઉપલબ્ધ સઘન સલામતી વ્યવસ્થા પણ નિહાળી હતી. પાકિસ્તાનમાં નવી સરકારનું ગઠન થયું છે તો તાજેતરમાં જખૌ નજીકની જળસરહદ માંથી એક બોટ અને 7 પાકિસ્તાની ઝડપાવવા સહિતના ઘટનાક્રમ ટાંકણે આર્મિ કર્નલની આ મુલાકાતને જાણકારો અતી મહત્વની ગણાવી રહ્યા છે.

કચ્છની સરહદ અતી સંવેદનશીલ હોઇ ઘુસણખોરી કરતા તત્વોની નજર સતત અહી મંડરાયેલી રહેતી હોય છે. સુરક્ષા એજન્સીઓની સતર્કતાથી નાપાક અડપલાંને ડામવામાં સફળતા મળેલી છે. આમ છતાં કોઇ પણ સુરક્ષા તંત્રો વર્તમાન સ્થિતી જોતાં ગાફેલ રહેવા માંગતા નથી.

અન્ય સમાચારો પણ છે...