તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આરટીઓના ટેક્સ ચોરીના મસમોટા કૌંભાડમાં સરકારને લાખો રૂપિયાનું ધુમ્બો

આરટીઓના ટેક્સ ચોરીના મસમોટા કૌંભાડમાં સરકારને લાખો રૂપિયાનું ધુમ્બો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં ભુજ આરટીઓમાં ટેક્સ ચોરી કરી વાહનો પાસ કરવાનું મસમોટું કૌંભાડ સામે આવ્યું છે. ત્યારે આરટીઓએ જ જીજે 12 ડીએમ સીરીઝ બેકલોગમાં એડ કરી, બાદમાં આ તમામ વાહનોની એન્ટ્રી થઇ. બાદમાં આ તમામ વાહનોની એન્ટ્રી થઇ આ સમગ્ર વાત સામે આવી જતા આરટીઓએ પોલીસ ફરિયાદ કરવાને બદલે આ તમામ વાહનોનું બેકલોગ એન્ટ્રીના લીધે થયેલું રજીસ્ટ્રેશન રદ્દ કરવાની કાર્યવાહી કરી સંતોષ માની લીધો છે. સરકારને અંદાજીત દોઢ કરોડ રૂપીયાનું ધુમ્બો લાગ્યો છે પણ કોઇ કાર્યવાહી ન થતા ટોપથી બોટમ સુધી આચરાતું ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.

કચેરી વર્તુળમાંથી જાણવા મળતી વિગતો મુજબ, બેકલોગ એન્ટ્રીના આધારે આશરે 250થી વધુ વાહનો પાસ થયા છે. તો તેમાં મોટાભાગના વાહનો મારુતી સુઝુકી કંપનીના છે.

જુની સીરીઝ હોય તો ઠીક પણ 1 મહિના પૂર્વે ઓપન થયેલી સીરીઝ ડીએમ RTO દ્વારા બેકલોગમાં શું કામ એડ કરાઇ ?
વર્ષો પહેલા ચોપડી વાળી આરસી બુક આવતી હતી જેનો રેકર્ડ સીસ્ટમમાં જોવા મળે નહીં. ત્યારે જે-તે સીરીઝ બેકલોગમાં એડ કરાતી હતી ત્યારબાદ તે સીરીઝના નંબર વાળા વાહનમાં કોઇપણ જાતની કામગીરી થઇ શકે. ત્યારે ડીએમ સીરીઝને ઓપન થયા એક મહિનો માંડ થયો છે અને તેમાં પણ નંબર પણ 500 જેટલા જ નીકળ્યા છે. ત્યારે આ સીરીઝ બેકલોગમાં એડ કરવા પાછળનું કારણ શું હતું તે શંકા ઉપજાવે તેવી હકીકત છે. બેકલોગમાં સીરીઝ ડીએમ એડ થવાથી તેમાં રેકર્ડ ચઢાવી આ તમામ કૌંભાડ આચરાયું હોવાનું જાણવા મળેલ છે. એક મહિના પૂર્વે જ ઓપન થયેલી ડીએમ સીરીઝ બેકલોગમાં આરટીઓ દ્વારા એડ કરાઇ નહોત તો સરકારી તિજરોની લાખો રૂપીયાનો ધુંબો લાગવાનો વારો ન આવ્યો હોત. હવે આ પ્રકરણમાં વાહન વ્યવહાર વિભાગના રાજયક્ક્ષાના અધિકારી આ અંગે શું પગલા ભરે છે ω તેના પર સમગ્ર કૌંભાડની મીટ મંડાઇ છે.

નેટ કનેકટીવીટી ઠપ્પ થતાં RTOની કામગીરી ખોરંભાઇ
જીસ્વાનમાં ટેકનીકલ ખામી સર્જાતા કલાકો સુધી નેટ સેવા રહી બાધીતઇન્ટરનેટ સવા ઠપ્પ થતાં ભુજની આરટીઓ કચેરીનો વહિવટ કલાકો સુધી ખોરંભાતા અરજદારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ટેકનીકલ ક્ષતી સર્જાતા કલાકો સુધી નેટ સેવા બાધીત રહ્યાનો ખુલાસો આરટીઓના જવાબદાર અધીકારીઓએ કરી હવે કામગીરી પૂર્વવત થઇ ગયાનું જણાવાયું હતું.

આરટીઓમાં હવે મોટાભાગની કામગીરી ઓનલાઇન થઇ ગઇ છે. સોમવારે બપોરે 3 વાગ્યાના અરસામાં જીસ્વાનમાં સર્જાયેલી તકનીકી ક્ષતીના લીધે નેટ સેવા બંધ થઇ ગઇ હતી. ઓનલાઇન સિસ્ટમ ફેઇલ થતાં વાહન પાસીંગ, ટેકસ વસુલાત સહિત આરટીઓ ને લગતી મહતમ કામગીરી બંધ થઇ જતાં અરજદારોએ પણ દેકારો માવી દીધો હતો. સોમવારે 3 વાગ્યે બંધ થયેલી ઇન્ટરનેટ સેવા મંગળવારે બપોરે 12 વાગ્યાના અરસામાં શરૂ થઇ હતી. આ બાબતે આરટીઓ યાદવને પુછતાં તેમણે ટેકનીકલ ફોલ્ટ સર્જાયાનું કહી હવે કાર્યવાહી રાબેતા મુજબ થઇ ગઇ છે. પડતર અરજીઓના નિકાલને પ્રાયોગીકતા આપવાની તાકીદ કરાયાનું તેમણે વિશેષ માહિતી આપતાં ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...