• Gujarati News
  • National
  • ધાણી પાસાનો જુગાર રમતા પાંચ ખેલી કાયદાની ઝપટે

ધાણી પાસાનો જુગાર રમતા પાંચ ખેલી કાયદાની ઝપટે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાદાદુપીરોડ પર પાંજરાપોળની સામે આવેલા કોલીવાસમાં પોલીસે બાતમીને આધારે દરોડો પાડીને 5 ખેલીઓને ધાણી પાસાનો જુગાર રમતા 1,300ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભુજના ભાગોળે આવેલા દાદુપીર રોડ પર કોલીવાસમાં બુધવારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં બી ડિવિઝન પોલીસે છાપો મારી ધાણી પાસાનો જુગાર રમતા ઇબ્રાહિમ મામદ ગગડા, સલીમ સાલેમામદ મીયાણા, શામજી વેલજી કોલી, વેલજી ધનજીભાઇ કોલી, જુમા ઇશાક ત્રાયા રહે તમામ ભુજ વાળાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 1,300ની રોકડ કબજે કરી, હેડ કોન્સ્ટેબલ પંકજ કુસ્વાહએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દાદુપીર રોડ પાસે પોલીસે દરોડો પાડી 1300ની રોકડ સાથે પકડયા

અન્ય સમાચારો પણ છે...