• Gujarati News
  • National
  • 10 10 પોલીંગ બુથનું અલગ ક્લસ્ટર રખાશે ચાંપતી નજર

10-10 પોલીંગ બુથનું અલગ ક્લસ્ટર રખાશે ચાંપતી નજર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
9મીતારીખે યોજાનાર વિધાનસભા ચૂંટણીના મતદાનના દિવસે કોઇ પણ પ્રકારની સમસ્યા સર્જાય તો તેના ત્વરીત નિરાકરણ માટે 10 બુથનું એક ક્લસટર એટલે કે જુથ બનાવાયું છે. બુથના સમુહની કામગીરી પર મોનીટરીંગ કરવા માટે ઝોનલ ઓફિસરને ફરજ સોંપણી કરાઇ છે.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ આપેલી વિગત અનુસાર કચ્છનો વિસ્તાર વિશાળ હોઇ મતદાનના દિવસે વહિવટી કે કાયદો વ્યવસ્થાને લગતી કોઇ પણ સમસ્યા સર્જાય તો તેનું ત્વરીત સમયમાં નિરાકરણ લાવી શકાય તે માટે વ્યવસ્થા ગોઠવાઇ છે. મતદાન મથકને 10-10ના જુથમાં વિભાજીત કરી અલાયદું ક્લસટર બનાવાશે.

જુથ પર ચૂંટણીપંચે નિયુકત કરેલ ઝોનલ ઓફિસર સતત નજર રાખશે. જો ઇવીએમ ખોટકાય તો માસ્ટર ટ્રેનરને સાથે રાખી તરત બીજું ઇવીઅેમ તે બુથમાં મુકી ચુંટણી કામગીરી અટકે નહિ તેનો ખાસ ખ્યાલ રખાશે. તો કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળવાના સંજોગ ઉભા થાય તો એક પી.એસ.આઇના માર્ગદર્શનમાં પોલીસની મોબાઇલ વેન પણ સતત પેટ્રોલીંગ કરતી રહેશે.

અન્ય સમાચારો પણ છે...