• Gujarati News
  • National
  • ભાસ્કર વિશેષ | ખોટાઆંકડાવાળા ટિ્વટ પર ભાજપે રાહુલને હોમવર્ક કરવાની સલાહ આપી હતી

ભાસ્કર વિશેષ | ખોટાઆંકડાવાળા ટિ્વટ પર ભાજપે રાહુલને હોમવર્ક કરવાની સલાહ આપી હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હું નરેન્દ્રભાઈ જેવો નથી, એક માનવી છું: રાહુલ

કોંગ્રેસઉપપ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતમાં પોતાની પાર્ટીની જીત નક્કી કરવા માટે કોઇ કસર છોડવા માગતા નથી. કારણ છે કે પોતાની ભૂલ સામે ક્ષોભ અનુભવવાના સ્થાને તેમણે વિપક્ષ સામે વ્યંગ્યબાણ ચલાવ્યાં હતાં. મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવા માટે મંગળવારે કરાયેલા ટિ્વટમાં ખોટા આંકડા આપીને ઘેરાયેલા રાહુલ ગાંધીએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આજે ટોણો માર્યો હતો. કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ ખોટા ટિ્વટ પર ભાજપ નેતાઓએ આપેલાં સૂચનો સામે ટોણો મારતું ટિ્વટ કરી હતી તેમાં કહ્યું હતું કે ભાજપના મારા તમામ મિત્રો માટે: હું નરેન્દ્રભાઈ જેવો નથી. એક માનવી છું. આપણે સૌ માનવીઓ ભૂલ કરીએ છીએ અને તેનાથી જીવન રસપ્રદ બને છે. ભૂલ તરફ ધ્યાન દોરવા બદલ આભાર. કૃપા કરીને આગળ પણ આમ કરતા રહેજો. તેનાથી ખરેખર મને સુધારો કરવામાં મદદ મળે છે. તમને સૌને પ્રેમ. વડાપ્રધાન મોદીને રોજ એક સવાલ કરી રહેલા રાહુલે મંગળવારે સાતમા સવાલમાં આપેલા આંકડામાં ભૂલો હતી. તેની પર પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે રાહુલને હોમવર્ક કરવાની સલાહ આપી હતી.

રાહુલનો પીએમને આઠમો સવાલ

રાહુલે મોંઘવારી બાદ કુપોષણ મુદ્દે પીએમ મોદીને ટિ્વટર પર આઠમો સવાલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘39 ટકા બચ્ચે કુપોષણ સે બેજાર, હર 1000 મેં 33 નવજાત મોત કે શિકાર, ચિકિત્સા કે બઢતે ભાવ, ડૉક્ટરો કા ઘોર અભાવ. ભુજ મેં ‘મિત્ર’ કો 99 સાલ કે લિયે દિયા સરકારી અસ્પતાલ, ક્યા યહી હૈ આપ કે સ્વાસ્થ્ય પ્રબંધ કા કમાલω’

ટિ્વટમાં ભૂલ હતી

રાહુલે ટિ્વટમાં જીવન જરૂરી ચીજવસ્તુના ભાવની મોંઘવારી દર્શાવતું એક ગ્રાફ્કિસ દેખાડ્યું હતું. તેમાં 2014થી માંડી હાલ સુધીમાં માલ-સામાનના મૂલ્યમાં કેટલા ટકા વધારો થયો તેના વિશેના આંકડા દર્શાવ્યા હતા. ટકાવારીના આંક 100 ટકા પોઇન્ટ્સ વધુ હતા.

અન્ય સમાચારો પણ છે...