• Gujarati News
  • National
  • GST સંકલન સમિતિમાં ફોકીઆને સામેલ કરાયું

GST સંકલન સમિતિમાં ફોકીઆને સામેલ કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તા.1/7/17થીસમગ્ર દેશમાં જીએસટીનો અમલ થયો છે, જેના સુચારૂ અમલ તેમજ તેના અમલીકરણ દરમિયાન વ્યાપારીઓ અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. હેતુને ધ્યાને લેતાં રાજ્ય કર કમિશ્નરની કક્ષાએ વેપારી તથા ઔદ્યોગિક વર્ગ તરફથી રજૂ થતાં પ્રશ્નોની ચર્ચા કરી સરકાર કક્ષાએ તેની યોગ્ય ભલામણ કરવા ફોકીઆને જીએસટી સંકલન સમિતિમાં સામેલ કરાઈ છે. સમિતિના ચેરમેન રાજ્ય કર કમિશ્નર છે તથા અન્ય સભ્યોમાં સચિવ, ખાસ રાજ્ય કર કમિશ્નર, નાયબ રાજ્ય કમિશ્નર, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ, ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ, ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ અેન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓનો સમાવેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...