• Gujarati News
  • National
  • મેળામાં વિવિધ સંગ્રહ પ્રદર્શન ખુલ્લું મુકાશે

મેળામાં વિવિધ સંગ્રહ પ્રદર્શન ખુલ્લું મુકાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંહમીરસરના કાંઠે યોજાનારા સાતમ-આઠમના મેળા નિમિત્તે વિજયરાજજી પુસ્તકાલયમાં વિવિધ સંગ્રહોનું પ્રદર્શન ખુલ્લું મુકાશે. મહારાવ ભૂપતસિંહજી કચ્છ કોઇન સોસાયટી અને કચ્છ ફિલાટેલિક એસોસિયેશન દ્વારા તા. 13થી 15 ઓગસ્ટ સુધી યોજાનારા પ્રદર્શનમાં કચ્છ રાજ્યના, બ્રિટિશ કાળના તેમજ આઝાદી બાદના સિક્કાઓ, ચલણી નોટો, પોસ્ટલ ટિકિટો, મેક્ઝિમ કાર્ડ, જૂના ઘડિયાળો નિહાળવા મળશે. તા. 13/8ના સાંજે 5 કલાકે પ્રદર્શન ખુલ્લું મુકાશે જેના મુખ્ય મહેમાન તરીકે ક્યૂરેટર શેફાલિકા અવસ્થી અને અતિથિ વિશેષ પદે પોસ્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ આર.એન. મહેશ્વરી ઉપસ્થિત રહેશે. પ્રસંગે કચ્છ કોઇન બુલેટિનનું વિમોચન પણ કરાશે તેમ દિનેશ મહેતાની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...