Home » Kutchh » Bhuj » મુન્દ્રાના ટર્મિનલમાંથી 58000ની ધાતુ ચોરી કરનાર બે તસ્કર ઝબ્બે

મુન્દ્રાના ટર્મિનલમાંથી 58000ની ધાતુ ચોરી કરનાર બે તસ્કર ઝબ્બે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:20 AM

મુન્દ્રા-સ્થિત હિન્દ ટર્મીનલ સીએફએસમાંથી એક માસ અગાઉ 58000ની ઝીંક ધાતુ ચોરી જનાર બે તસ્કરોને આજે મુન્દ્રા પોલીસે...

  • મુન્દ્રાના ટર્મિનલમાંથી 58000ની ધાતુ ચોરી કરનાર બે તસ્કર ઝબ્બે
    મુન્દ્રા-સ્થિત હિન્દ ટર્મીનલ સીએફએસમાંથી એક માસ અગાઉ 58000ની ઝીંક ધાતુ ચોરી જનાર બે તસ્કરોને આજે મુન્દ્રા પોલીસે દબોચી લીધા હતા.

    પોલીસ દફતરેથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગત 14/7 ના હિન્દ ટર્મિનલના વરંડામાંથી ઝીંક ધાતુના 58000રૂ કિંમતના 10 ચોરસા ચોરી થયા હોવાનો બનાવ નોંધાયો હતો.જે સંદર્ભે પીઆઇ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પગેરું દબાવતા મુન્દ્રા પોલીસથાણાના કોન્સ્ટેબલ નીરૂભા ચુડાસમા અને વાલાભાઇ ગોયેલને મળેલ ખાનગી બાતમીના આધારે તેમણે શંકાસ્પદ હિલચાલ કરતા મુસ્તાક અબ્દુલગની પારા (ઉ.વ.24 રહે સુખપરવાસ)અને સુલ્તાન મહમદ કુંભાર (ઉ.વ.24 રહે બારોઇ)ને દબોચી લઇ તેમની જડતી લેતા તેમની પાસેથી ચોરી થયેલ ઉપરોક્ત જથ્થો મળી આવ્યો હતો.જે 58000રૂ કિંમતના 10 નંગ ચોરસા પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ