તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘દેશલપર વીજ કચેરીના DEને લાંચ આપો તો જ કામ થાય છે’

‘દેશલપર વીજ કચેરીના DEને લાંચ આપો તો જ કામ થાય છે’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશલપરની વીજ કચેરીમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર મોટા ભાગના કામો નિપટાવવા માટે રૂપિયાની માગણી કરે છે અને જો તે ન સંતોષાય તો તોછડાઇ પૂર્વક વર્તે છે તેવા આક્ષેપ સાથે મુખ્યમંત્રી સમક્ષ કરાયેલી રજૂઆતમાં આ અધિકારીની તાત્કાલિક બદલી કરવાની માગણી કરાઇ છે.

બે વર્ષ પહેલાં લોક દરબારમાં થયેલી ફરિયાદને પગલે દેશલપરમાં મુકાયેલા નાયબ ઇજનેર પી. બી. કોટવાલ વીજ જોડાણના શિફ્ટિંગથી લઇને મીટર લગાવવા સુધીના કામોમાં રૂપિયાની માગણી કરવામાં આવે છે. એજી શિફ્ટિંગ માટે 30 હજાર રૂપિયા લેતા આ અધિકારીને માગણી મુજબની રકમ ન આપવામાં ન આવે તો કામ કરાતું નથી. જો તેમની કોઇ ફરિયાદ કરે તો ઉધ્ધત વર્તન કરે છે.

મો માગી રકમ આપવા આવતા ગ્રાહકોને પોતાની બંધ ચેમ્બરમાં બોલાવીને મહેમાનગતિ કરે છે જેમાં ખાસો સમય બરબાદ કરતા હોવાથી ચેમ્બર બહાર બેસતા ગ્રાહકોને પોતાની અરજીના નિકાલ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. ગામના મનજી કે. હિરાણી, સામજી મહેશ્વરી, જે. આર. દબાસિયા, વી. કે. માવાણી સહિતના 20 જેટલા અરજદારોએ કરેલા આક્ષેપ મુજબ નાયબ ઇજનેરને લાંચ ન આપો તો કોઇ કામ કરતા નથી. આ ભ્રષ્ટ અધિકારીની તાત્કાલિક અન્યત્ર બદલી કરીને નિષ્ઠાવાન ઇજનેરની નિમણૂક કરવાની માગ રજૂઆતમાં કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...