તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘નેરીમાં રક્ષિત જમીન પર થયેલું દબાણ દૂર કરો’

‘નેરીમાં રક્ષિત જમીન પર થયેલું દબાણ દૂર કરો’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ તાલુકાના નેરી ગામમાં બન્નીની રક્ષિત જમીનમાં દબાણ કરવાની સાથે તેને વેચી નાખવામાં આવી છે તેવા આક્ષેપ સાથે કલેક્ટર સમક્ષ કરાયેલી રજૂઆતમાં દબાણ દૂર કરવાની માગ કરાઇ છે. આ જમીન પર ભુજના એક શખ્સ દ્વારા દબાણ કરીને ધ્રોબાણાના રહીશને 100 રૂપિયાના સ્ટમ્પ પેપર પર લખાણ કરીને વેચાણ કરવામાં આવ્યું છે. હકીકતમાં આ જમીન બન્નીના રક્ષિત વિસ્તારમાં આવતી હોવાથી આવું કોઇ વેચાણ કરી શકાય નહી તેવી રજૂઆત મીસરિયાડોના સરપંચ બંભા હવાબેન રમજાને કરી છે. કથિત દબાણને તાત્કાલિક દૂર કરવાની સાથે ગેરકાયદે વેચાણ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...