તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કેરામાં કૌટુંબિક ઝઘડામાં યુવક પર છરીથી હુમલો

કેરામાં કૌટુંબિક ઝઘડામાં યુવક પર છરીથી હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેરા ગામે શુક્રવારે બપોરે કૌટુંબીક ઝઘડાનું મનદુખ રાખી યુવકને બે પિત્રાઇ ભાઇઓએ ધોકાથી માર મારી છરીનો ઘા મારતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.કેરા રહેતા સલીમ નોતિયાર (ઉ.વ.32) નામનો યુવક શુક્રવારે બપોરે એક વાગ્યાના અરસામાં જળેશ્વર મહાદેવ પાસે ઉભો હતો ત્યારે તેમના પિત્રાઇ ભાઇ સાહિલ બાબુભાઇ ચૌહાણ અને સાજીદ બાબુભાઇ ચૌહાણે આવી કૌટુંબી ઝઘડા મુદે ઉગ્ર બાોલાચાલી કરી હતી અને સાહિલ પોતાની સાથે છરી લઇ આવ્યો હતો અને સાજીદ ધોકો લઇ આવ્યો હતો બન્ને જણાઓએ સલીમને માર મારતાં ઇજાગ્રસ્ત હાલતમાં જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...