તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હવે ભુજમાં પણ મળી શકસે માય સ્ટેમ્પ : રવિવારથી કરાશે પ્રારંભ

હવે ભુજમાં પણ મળી શકસે માય સ્ટેમ્પ : રવિવારથી કરાશે પ્રારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેવી રીતે વિદેશમાં લોકો પોતાના ફોટા વાળી સ્ટેમ્પ બહાર પાડી શકે છે તેવી રીતે દેશ અને રાજયના મોટા શહેરોમાં પણ આ કોન્સેપ્ટ વર્ષોથી અમલી બની ચુકયો છે. હવે ભુજના લોકો પણ માય સ્ટેમ્પ મેળવી શકસે. જેનો વિધીવત પ્રારંભ આગામી રવિવાર કરવામાં આવશે. કચ્છ ફીલાટલીક એસોસિએશને અેક યાદીમાં જણાવ્યું કે રવિવારે ભુજના પ્રાગમહેલ હોલમાં આયોજિત કચ્છ કોઇન સોસાયટીના વાર્ષિકોત્સવ પ્રસંગે ટપાલ વિભાગ દ્વારા માય સ્ટેમ્પનું વિશેષ કાઉન્ટર રાખવામાં આવશે.

12 સ્ટેમ્પની શીટમાં વ્યકિત 300 રૂપિયા ખર્ચી પોતાનો ફોટો છપાવી શકસે.સ્થળ પર કાર્યરત કરાયેલ કાઉન્ટરમાં જે લોકો પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો આપશે તેમને સ્થળ પરજ માય સ્ટેમ્પની પ્રીન્ટ કાઢી અપાશે. ભુજ વાસીઓ માટે નવા આ પ્રોજેકટના પ્રારંભ પ્રસંગે ભુજ હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર અમુલ ઠકકર અને ફિલાટેલીક ઇન્ચાર્જ સલીમ મીર હાજર રહેશે. સવારના 11થી 2 દરમીયાન આ કાઉન્ટર ચાલુ રહેશે તેવું એક યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...