તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘વિકાસ નિગમની કચેરીના ગોટાળા સઘન તપાસ માગે છે’

‘વિકાસ નિગમની કચેરીના ગોટાળા સઘન તપાસ માગે છે’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પિપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીસના ગુજરાત યુનિટે મુખ્ય સચિવને પત્ર લખી જમીન વિકાસ નિગમની કચેરીમાં થયેલા ગોટાળા અંગે સઘન તપાસની જરૂરિયાતની માગણી કરી હતી.

ગુજરાત યુનિટના મહામંત્રી ગૌતમ ઠાકર અને ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી સુરેશચંદ્ર મહેતા, ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી પ્રવિણસિંહ જાડેજા, લોકશાહી બચાવો અભિયાનના દેવ દેસાઈ સહિત 8 વ્યક્તિઓએ લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, જમીન વિકાસ નિગમની કચેરીમાં મેનેજિંગ ડાયરેકટરની ઓફિસના ટેબલોના ખાનામાંથી લાંચ રૂશ્વત બ્યૂરો દ્વારા અડધા કરોડથી વધારે રોકડ રકમની ચલણી નોટો પકડાયેલી. જે સામાન્ય ઘટના નથી, પરંતુ આખેઆખી સરકારી સ્કીમોને બારોબાર ચાઉ કરી જવાની ઘટનાનો બોલતો પુરાવો છે. જે બતાવે છે કે, મેનેજિંગ ડાયરેકટરથી માંડીને ડાયરેકટરો સહિતના ઉચ્ચ અધિકારીઓની મિલીભગત વિના સંભવ નથી.

આ સામૂહિક કૌભાંડનો બહાર આવેલો કિસ્સો છે, જેથી નિંભર રીતે વહીવટી ક્ષેત્રે બનેલી આ ઘટનાથી વહીવટી વડાની રૂએ આંખમિંચામણા કરી ન શકાય. કેમ કે, નિગમ 100 ટકા સરકારી છે. દર વર્ષે 500થી 600 કરોડનો વહીવટ કરે છે. દર વર્ષના હિસાબો વર્ષો પછી થાય છે. 2015ની સાલના હિસાબનો પતો જ નથી. એન્યુઅલ જનરલ મીટિંગ 2016 પછી મળી નથી. વિધાનસભામાં હિસાબો રજુ પણ ન થયા. જે ઉચ્ચ કક્ષાએ મિલીભગત સિવાય સંભવ નથી.

અન્ય સમાચારો પણ છે...