તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભીરંડીયારા ચેકપોસ્ટનો ઠેકેદાર ડુપ્લીકેટ પરમીટ બુક બનાવી 2.30 લાખ ચાંઉ કરી ગયો

ભીરંડીયારા ચેકપોસ્ટનો ઠેકેદાર ડુપ્લીકેટ પરમીટ બુક બનાવી 2.30 લાખ ચાંઉ કરી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| કચ્છને પ્રવાસન ક્ષેત્રે વિશ્વ ફલક પર મુકનાર ધોરડોના સફેદ રણને નિહાળવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ -વિદેશના પ્રવાસીઓ આવે છે. ત્યારે તેઓ સફેદ રણ નિહાળી શકે તે માટે ભીરંડીયારા ચેકપોષ્ટ ખાતે પરમીટ આપવાની વ્યવસ્થા કરાઇ હતી. પણ ભીરંડીયારા ચેકપોષ્ટના ઠેેકેદારે પ્રવાસીઓ પાસેથી ઉઘરાવેલા નાણા સરકારી તિજોરીમાં જમા ન કરાવી અને ડુપ્લીકેટ પાસબુક બનાવી 2 લાખ 30 હજાર રૂપિયાનો ગોટાળો આચરતાં ભારે ચકચાર મચી ગઇ છે. ગત રણોત્સવમાં આચરાયેલ આ ઉચાપત કાંડ અંગે ખાવડા પોલીસ મથકે ફોજદારી ફરીયાદ નોંધાતા તપાસનો ધમધમાટ આરંભાયો છે.

સુમરાસર શેખની મુરલીધર ઇન્ફોલાઇન એજન્સીના સંચાલકે આચર્યો ગોટાળો: ખાવડા પોલીસે આરંભ્યો તપાસનો ધમધમાટ
ભુજ નજીક આવેલા સુમરાસર (શેખ) ગામે આવેલી મુરલીધર ઈન્ફોલાઈન એજન્સી. કે જેનો સંચાલક બળવંત દેવાભાઈ ચાડ છે તેણે સરકારી કર્મચારીઓની મીલીભગતથી આખુંય કોભાંડ આચર્યું હોવાનું ધ્યાનમાં આવતા કલેકટરે ફોજદારી નોંધવા આદેશ જારી કર્ય બાદ ગુરૂવારે રાત્રે ખાવડાના નાયબ મામલતદાર પુનમચંદ નાનજી સુવેરાઅે એજન્સીના સંચાલક વિરુધ્ધ ઠગાઇ અને વીશ્વાસઘાતની વિવિધ કલમો તળે સરકારી નાણાની ઉચાપત કરવા અંગે ફરીયાદ નોંધાવી હતી.

સરકારી બાબુઓના પગ તળે પણ રેલો આવશે
એન્ટ્રી ફી વસૂલાતના ટેન્ડરમાં સ્પષ્ટ શરત મુકાઈ હતી કે એજન્સીએ રોજેરોજ વસૂલાતી એન્ટ્રી ફીના નાણાં રોજેરોજ પ્રવાસન નિગમના બેન્ક ખાતામાં જમા કરાવવાના રહેશે. પરંતુ, બળવંતે 1 લાખ રૂપિયા જમા કરાવ્યા નહોતા. આખાય કાંડમાં સરકારી બાબુઓની સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં સરકારી બાબુઓના પગ તળે રેલો આવે તેવીય સંભાવના છે. બળવંત પોલીટીકલ કનેકશન ધરાવતો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આ રીતે આચરાયું આખુંય ઉચાપત કૌભાંડ
સરકારી પરમીટ બુક ચેક કરતા ગેરરીતી છતી થઇ
કલેક્ટર રેમ્યા મોહન સમક્ષ ફરીયાદ થતાં તેમણે તપાસ સમિતિ નીમી હતી. આ સમિતિએ સરકારી પરમીટની પહોંચ બૂકનો તાળો મેળવતાં ગેરરીતી ઉજાગર થઇ હતી. તો સમિતિએ BSF ચેકપોસ્ટ ઉપર પ્રવાસીઓ દ્વારા જમા કરાવાયેલી પરમીટ સ્લીપ ચેક કરતાં ડુપ્લીકેટ પહોંચનું કૌભાંડ પણ સામે આવ્યું હતુ઼.

રણોત્સવ નિહાળવા આવતાં પ્રવાસીઓ પાસેથી પ્રવાસન નિગમ દ્વારા પુખ્ત વયના વ્યક્તિઓ પાસેથી 100 રૂપિયા, બાળકો પાસેથી 50 રૂપિયા સાથે ફોરવ્હિલર વાહન હોય તો 50 રૂપિયા અને ટૂ વ્હિલર વાહન હોય તો 25 રૂપિયાની ફી વસૂલાય કરાય છે. 2017-2018ના રણોત્સવ સમયે એન્ટ્રી ફીના નાણાંની વસૂલાતનું કામ ટેન્ડર મારફતે સુમરાસર શેખની મુરલીધર એજન્સીના ઠેકેદાર બળવંત ચાડે મેળવ્યું હતું. એન્ટ્રી ફી ભીરંડિયારા ચેકપોસ્ટ અને ધોરડો પ્રવાસન સંકુલ ખાતે વસૂલાતી હતી. અા ઠેકદારે સરકારી નાણાં હજમ કરવા ઉપરાંત ડુપ્લિકેટ પરમીટ બનાવી સરકારી પહોંચ ફાડી હતી. તેમાંથી તેણે 99 હજાર 650 રૂપિયા સરકારમાં જમા કરાવ્યા નહોતા. નકલી પરમીટના આધારે 1.30.400 રૂપિયા બારોબાર વસુલી લીધા હતા.

કલેકટરના હુકમના 41 દિવસ બાદ નોંધાઇ ફોજદારી
તપાસ સમિતીના અહેવાલના આધારે કલેકટરે ગત 18મેના જવાબદારો સામે ફોજદારી નોંધવાનો હુકમ જારી કર્યો હતો. ત્ગારે આ હુકમ થયાના 41 દિવસ બાદ એટલે કે 28 જુનના રાત્રે ખાવડા ના નાયબ મામલતદારે ફોજદારી નોંધાવતા આ અક્ષ્મય વિલંબ પણ અકળાવનારો હોવાની વાત પણ ચર્ચાસ્પદ બની છે.

તો કૌભાંડીઓને છુટો દોર ન મળત
સુત્રોની વાત માનીએ તો પાંચે વર્ષ પૂર્વે પણ એન્ટ્રી ફીમાં લાખ્ખો રૂપિયાનો ગોટાળો સામે આવ્યો હતો. પરંતુ, તત્કાલિન કલેક્ટર એ.જે.શાહે અગમ્ય કારણોસર તપાસ સમિતિ બનાવી સમગ્ર કૌભાંડનું ફિંડલું વાળી દીધું હતું. તે સમયે જો શાહે કૌભાંડીઓ સામે ફરિયાદ નોંધાવવાની હિંમત કરી હોત તો કૌભાંડીઓને છૂટો દોર ન મળત.

અન્ય સમાચારો પણ છે...