તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એરફોર્સ સ્ટેશન પાસેથી મધ્યપ્રદેશનો શંકાસ્પદ યુવક પકડાયો

એરફોર્સ સ્ટેશન પાસેથી મધ્યપ્રદેશનો શંકાસ્પદ યુવક પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ ખાવડા રોડ પર આવેલા એરફોર્સ સ્ટેશનની બાહરની દિવાલ પાસે ગત 27 જુનના ભટકાતો એક અજાણ્યા શખ્સ ઝડપાઇ જતાં એરફોર્સ સિક્યુરીટી ઓફિસરે ભુજ એ ડિવિઝન પોલીસને હાવાલે કર્યો હતો, આ શખ્સની તપાસ દરમિયાન તે પાગલ હોવાનું અને એમપીનો હોવાનું બહાર આવ્યું હતું આ યુવક પાસેથી કઇ જ શંકાસ્પદ ન મળી આવતાં માનવજ્યત સંસ્થાને સોંપી દેવામાં આવ્યો હતો.

બનાવ સ઼દર્ભે એ ડિવિઝન પોલીસ મથકના રાજેન્દ્રસિંહ રાજપુતે વિગતો આપતા જણાવ્યું હતું કે 27 જુનના એરફોર્સ સિક્યુરીટી ઇન્ચાર્જ આ યુવકને પકડી પોલીસ સ્ટેશને લઇ આવ્યા હતા, યુવક એરફોર્સ સ્ટેશનની બહાર દિવાલ પાસે ફરતો હોઇ શંકાસ્પદ લાગતા પોલીસને હવાલે કર્યો હતો. આ યુવકની પુચ્છતાછમાં તે એમપીનો હોવાનું બહાર આવ્યું હતું યુવકના ગામના સરપંચ રજનીકાન્ત રાયએ પોલીસને વિગત આપી હતી, આ યુવક અને તેના પિતા બન્ને જણાઓ પાગલ છે, પકડાયેલા યુવકનું નામ આકાશ ઇમરત ઉઇકે, છે અને તેના પિતાનું નામ ઇમરત ઉઇકે, આ યુવાન રેલ્વે મારફતે ભુજ પહોંચી આવ્યો હોવાનું અને ખાવડા રોડ પર ભટકતો હોવાથી એરફોર્સ સ્ટેશનના સિક્યુરીટી ઇન્ચાર્જે પકડી પાડ્યો હતો.

એસઓજી તેમજ એજન્સીઓની પુચ્છતાછમાં આ યુવક પાસેથી કોઇ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી ન આવતાં અને તે પાગલ હોવાથી યુવકને માનવજ્યોત સંસ્થાને સોંપી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...