તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાલિકામાં 5મી જુલાઈએ નક્કી થશે કારોબારી ચેરમેન

પાલિકામાં 5મી જુલાઈએ નક્કી થશે કારોબારી ચેરમેન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ નગરપાલિકામાં 5મી જુલાઈના ખાસ સામાન્ય સભા મળશે, જેમાં કારોબારી સમિતિ સાથે અન્ય સમિતિઓની પણ રચના કરવામાં આવશે. જે સમિતિઓ દ્વારા ચેરમેનની વરણી કરવામાં આવશે.

પ્રદેશ મોવડી મંડળે ભુજ નગરપાલિકામા કારોબારી ચેરમેનનું નામ લગભગ નક્કી કરી લીધું છે, જેથી કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલયએ 5મી જુલાઈના નવા પ્રમુખના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભા બોલાવવા સંબંધિતોને સૂચના આપી દીધી છે. જોકે, તાલુકા અને જિલ્લા પંચાયતોને હજુ સુધી કોઈ આદેશ થયા નથી. અલબત્ત એ દિશામાં વ્યાયામ ચાલી રહ્યો છે, પરંતુ તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં જ્ઞાતિ સંતુલન જાળવવામાં બે-ત્રણ જ્ઞાતિ સિવાય મોટાભાગની જ્ઞાતિઓની ઉપેક્ષા કરાઈ છે. વળી વિવિધ જ્ઞાતિઓ ઉપરાંત સ્થાનિક કાર્યકરો અને નેતાગીરીમાં પણ ભારે નારાજગી ફેલાઈ છે, જેથી ક્યાંક કાચુ કપાઈ ગયાની ભાવનાએ કારોબારી સહિતની અન્ય સમિતિઓમાં ઓછું મહત્ત્વ મળ્યું હોય એવી જ્ઞાતિઓને વિશેષ મહત્ત્વ આપવા માટે વ્યાયામ ચાલી રહ્યો છે. ભુજ નગરપાલિકામાં લોહાણા અને જૈન જ્ઞાતિની વ્યક્તિને પદભાર સોંપાય એવું સમીક્ષકોએ ગણિત માંડતા જણાવ્યું હતું. બીજી બાજુ તાલુકા અને જિલ્લા પંચાયતમાં ચાલુ સમિતિઓના ચેરમેનની ફકત ઉલ્ટફેર થાય એવું ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...