તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છ યુનિવર્સિટીમાં ફેકલ્ટીની મતદાર યાદીના મામલે ચૂંટણી અધિકારી ડો.

કચ્છ યુનિવર્સિટીમાં ફેકલ્ટીની મતદાર યાદીના મામલે ચૂંટણી અધિકારી ડો.

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છ યુનિવર્સિટીમાં ફેકલ્ટીની મતદાર યાદીના મામલે ચૂંટણી અધિકારી ડો. ગીરીન બક્ષી પર એબીવીપીના કાર્યકરો દ્વારા હૂમલો કરવામાં આવ્યા બાદ આજે યુનિ.ની એક્ઝિકયુટીવ કાઉન્સિલ (ઇસી)ની બેઠક મળી હતી. જે છ કલાક સુધી ચાલી હતી અને તેમાં છેલ્લે જે યાદી જાહેર થઇ હતી તેને ફાઇનલ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

આ બેઠકમાં સામ સામે ઘણી બધી દલીલ બાજી થઇ હતી. ભાજપ પ્રેરીત જુથ દ્વારા મતદારયાદીમાં ખોટી રીતે નામો ઘૂસાડી દેવામાં આવ્યા હોવાનો તથા અમૂક નામો કાઢી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તો કોંગ્રેસ પ્રેરીત જૂથે આ યાદી યોગ્ય હોવાનું ભાર પૂર્વક કહેવામાં આવ્યું હતું.

દરમિયાન કચ્છ યુનિ.ના માજી સેનેટ મેમ્બર દીપક ડાંગરે કુલપતીને લખેલા એક પત્રમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, મતદાર યાદીના રિવ્યુ મીટિંગના ગેરબંધારણીય નિર્ણયથી ફલિત થાય છે કે આ નિર્ણય રાજકીય દબાણ હેઠળ લીધેલો છે. તેમણે એવું પણ લખ્યું હતું કે, ચૂંટણી અધિકારી ડો. બક્ષી, તેમની ચૂંટણી સમિતિ અને યાદી પ્રસિદ્ધ કરનારા ઇસી મેમ્બર દ્વારા જો આ મતદારયાદીમાં છેડછાડ કરવામાં આવેલી હોય તો તેમના વિરૂદ્ધ આઇપીસીની જોગવાઇ મૂજબ કાયદેસરની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે.

વળી, જાહેર થયેલી મતદાર યાદીમાં ભુલવાળી નોંધ સિવાય કોઇ નામ ઉમેરવા કે બાદ કરવાનો કુલપતીને કોઇ જ અધિકાર નથી. આમ છતાં ઇસી કમિટી દ્વારા એવો કોઇ નિર્ણય કરવામાં આવશે તો ગુજરાત હાઇકોર્ટમાં કાયદેસરની ફરિયાદ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...