તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોટા યક્ષના પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરાશે

મોટા યક્ષના પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તા.10/9થી કકડભીટ ગામે યોજાનારા મોટા યક્ષના મેળામાં જોડાનારા પદયાત્રીઓ માટે આસંબિયાથી પલીવાડ ગામ વચ્ચે 10 સેવા કેમ્પ શરૂ કરાશે. નાના આસંબિયાની કોજાચોરા વચ્ચે, કોજાચોરા ગામે, દરશડી, લુડવા, નાભૈયા, કુરબઇ, જીયાપર, પલીવાડ સહિતના માર્ગે તા. 9થી 10/9ના સાંજ સુધી કેમ્પો કાર્યરત રહેશે. ઉપરાંત ભીખુદાદાના મંદિરની તળેટીમાં તા. 11/9 સુધી જમવા તેમજ આરોગ્યની સેવા સાથેનો કેમ્પ ચાલુ કરાશે તેમ બિદડાના જેઠાલાલ સંઘારની યાદીમાં જણાવાયું હતું. કેમ્પોમાં સંઘાર સમાજના સેવાભાવીઓ જોડાશે. વાહનો દ્વારા પણ પદયાત્રીઓની સેવા કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...