તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હાફેશ્વરના પૌરાણિક મંદિરે લીધી જળસમાધિ

હાફેશ્વરના પૌરાણિક મંદિરે લીધી જળસમાધિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટા ઉદેપુર જીલ્લાના પૌરાણીક તીર્થધામ હાફેશ્વર ખાતે આવેલા શિવ મંદિરે ગઇકાલે જળ સમાધી લઈ લીધી છે. સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારતા વર્ષ ૨૦૦૪માં આખેઆખુ શિવ મંદિર નર્મદા નદીના પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પરંતુ ચાલુ વર્ષે ગુજરાતમાં પાણીનું સંકટ ઘેરું બન્યું હતું, જેના કારણે ટનલ મારફત ડેમનું પાણી ઉલેચી સૌરાષ્ટ્ર કચ્છ સુધી પહોચાડાતા સરદાર સરોવર ડેમમાં પાણી ખૂબ જ ઘટી ગયું હતું. જેને લઈને મંદિર બહાર આવ્યું હતું. અને લગભગ ૪૦ ફૂટ કરતાં વધુ ખુલ્લુ થઈ ગયું હતું, છેલ્લા બે મહીનાથી વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા એક અઠવાડીયાથી પડી રહેલા વરસાદને પગલે નર્મદા નદીના પાણીમાં હાફેશ્વર ખાતેના આખેઆખા શિવ મંદીરે જળ સમાધી લઈ લીધી છે.

અન્ય સમાચારો પણ છે...