Home » Kutchh » Bhuj » બાળલગ્નો અટકે તો અમારી આંખોમાં જોવાયેલા સપના સાચા પડે

બાળલગ્નો અટકે તો અમારી આંખોમાં જોવાયેલા સપના સાચા પડે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:16 AM

બાળ લગ્નો અટકાવવા અંજાર તાલુકાના ગામોમાં નાટક ભજવાયું

  • બાળલગ્નો અટકે તો અમારી આંખોમાં જોવાયેલા સપના સાચા પડે
    કચ્છમાં આજે પણ અસ્તિત્વમાં છે એ બાળ લગ્નો અટકાવવા ખૂબ જરૂરી છે અને તો જ દિકરીઓ પોતાના સ્વપ્નો સાકાર કરી શકશે એવી ભાવના સાથે કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા અંજાર તાલુકાના ત્રણ ગામોમાં આજે નાટકના માધ્યમથી સંદેશો આપવામાં આવ્યો હતો.

    બાળલગ્નના વિષયે આજે અંજારના ખારા-મીઠા પસાવડીયા, ખંભરા લોહારીયા ગામોમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન અને ગામોના યુવા ગ્રુપે મહિલાઓ - પુરૂષો સાથે ચર્ચા કરી આ ગામોના બાળ લગ્નથી થતી અસરો વિશે નાટક પણ રજૂ કરવામાં આવ્યું. આ નાટક ભુજના સ્લમ વિસ્તારની કિશોરીઓએ કર્યું.

    બાળ લગ્નો સમાજમાં દબાણે, ગામના મોટી દિકરીની સાથે અેક જ માંડવે થઇ જાય, દિકરીઓ કાંઇક અવનવું કરે એ પહેલાં જ તેમને પરણાવી દો. આમ કેટલાય કારણોની ચર્ચા કરાઇ હતી. દરેક સ્ત્રીઓ - કિશોરીઓએ કહ્યું કે જો અમને પૂછીને મોટી ઉંમરે લગ્ન થાય તો અમારી જિંદગી જ બદલાઇ જાય. આમ, આવા કેટલાય સપના આ દિકરીઓની આંખોમાં છે. જરૂર છે એક તકની. તો આ મુદ્દે સમાજ, પંચાયત, આગેવાનો, દરેક આગળ આવી પગલાં લે તો બાળ લગ્ન ને ચોક્કસ દૂર કરી શકીએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ