• Home
  • Kutchh
  • Bhuj
  • મંજલની સગીરાના અપહરણ- દુષ્કર્મના કેસમાં એક વર્ષથી ભાગેડુ ઝડપાયો

મંજલની સગીરાના અપહરણ- દુષ્કર્મના કેસમાં એક વર્ષથી ભાગેડુ ઝડપાયો

એક વર્ષ જુના પોકસોના કેસના મુખ્ય આરોપીને અંતે પોલીસ દબોચી લીધો જેતે વખતે મુખ્ય આરોપીને બદલે સહઆરોપીની...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:16 AM
મંજલની સગીરાના અપહરણ- દુષ્કર્મના કેસમાં એક વર્ષથી ભાગેડુ ઝડપાયો
ગત 5 જુલાઇ 2017ના ભુજના તુફાન જીપ સ્ટેન્ડ પાસેથી માંડવી તાલુકાના મંજલ ગામની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યો હોવાના કેસમાં લાંબા સમયથી પોલીસ પકડથી દુર નાસતા ફરતા મહારાષ્ટ્રના આરોપીને ભુજ બી ડિવિઝન પોલીસે મહારાષ્ટ્રમાંથી ને ધરપકડ કરી ભુજ લઇ આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મહારાષ્ટ્રના અચલપુર અમરાવતી મહારાષ્ટ્રનો માજીદ અખતરખાન અમીનખાન માંડવી તાલુકા હમલા મંજલ ગામની સગીરાનું અપહરણ કરી ગયો હતો, અને સુરત અને જલગાવ વચ્ચે તેણે સગીરાપર દુષ્કર્મ ગુજારર્યો હતો, દરમિયાન આરોપી માજીદખાન આ સગીરાને લઈ ગાંધીધામ આવ્યો હતો.

જે દરમિયાન તક મળતાં સગીરા ભુજ પરત નાસી આવી હતી અને પોલીસે સગીરાનના નિવેદન પરથી આરોપી માજીદ વિરૂધ દુષ્કર્મની કલમ તળે ગુનો નોંધ્યો હતો. બીજી તરફ સગીરા સાથે આવેલા આરોપીના ભાઇ સાજીદખાનની એ ડિવિઝન પોલીસે અટકાયત કરી કસ્ટડીમાં પૂરી દિધો હતો, જેતે વખતે સાજીદખાનએ પોતાના ગળામાં કોઇ સાધનથી ચેકા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે યુવકના લોકઅપમાં કરાયેલા આપઘાતના પ્રયાસથી પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ હતી. જોકે બાદમાં સારવાર દરમિયાન યુવકને તેના પરિવારજનો આવીને લઇ ગયા હતા, આ દુષ્કર્મ કાંડનો મુખ્ય આરોપી માજીદખાન પોલીસની ધરપકડથી દુર લાબાં સમયથી નાસ્તો ફરતો હોઇ આ કેસની તપાસ માટે એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ રામસંગજી સોઢા અને હરીશચન્દ્રસિંહ બી જાડેજા, સુરેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમને આરોપીની ધરપકડ માટે મારાષ્ટ્ર મોકલવામાં આવ્યા હતા. જેઓ આરોપી માજીદખાનને તેમના ગામ અચલપુરથી દબોચી ગુરૂવારે ભુજ લઇ આવતાં આરોપી વિરૂધ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
મંજલની સગીરાના અપહરણ- દુષ્કર્મના કેસમાં એક વર્ષથી ભાગેડુ ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App