Divya Bhaskar

Home » Kutchh » Bhuj » આહિર સમાજ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેેના વર્ગો શરૂ

આહિર સમાજ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેેના વર્ગો શરૂ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:16 AM

અંજારની આહીર બોર્ડિંગ ખાતે આહીર સમાજમાં શિક્ષણ ક્ષેત્રમાં વ્યાપ વધારવા અંતર્ગત વિવિધ સરકારી ક્ષેત્રોમાં આવતી...

  • આહિર સમાજ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેેના વર્ગો શરૂ
    અંજારની આહીર બોર્ડિંગ ખાતે આહીર સમાજમાં શિક્ષણ ક્ષેત્રમાં વ્યાપ વધારવા અંતર્ગત વિવિધ સરકારી ક્ષેત્રોમાં આવતી ભરતીઓને અનુલક્ષીને હેતુલક્ષી માર્ગદર્શન તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે આહીર કલાસીસના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

    આ ક્લાસના શુભારંભ પ્રસંગે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. જેમાં સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, કચ્છ આહીર મંડળ ના પ્રમુખ બાબુભાઇ હુંબલ, મંત્રી રવિભાઈ આહીર, કચ્છ આહીર યુવક મંડળના પ્રમુખ ઘેલાભાઈ આહીર, મુળજીભાઈ આહીર, પ્રોફેસર કલ્પેશભાઈ સોરઠીયા, પ્રોફેસર દેવજીભાઈ આહીર, અરજણભાઈ ગોહિલ, આલાભાઈ આહીર, કાનજીભાઈ આહીર, દિનેશભાઇ માતા હાજર રહ્યા હતા. જ્યારે હરિભાઈ આહીર, સુનિલભાઈ જરું, ગોપાલભાઈ ડાંગર, રાજાભાઈ આહીર, ભીમજીભાઈ આહીર, પીયૂષભાઈ આહીર, હરેશભાઇ જરું, રમેશ આહિર, ભાવિક સોરઠીયા વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી.મહંત ત્રિકમદાસજી મહારાજ એ આશીર્વચન આપ્યા હતા. અને બાબુભાઇ હુંબલે વધુમાં વધુ યુવા વર્ગ આ ક્લાસમાં જોડવા માટે યુવક મંડળની ટીમને જણાવ્યું હતું અને ઉપસ્થિત વિધાર્થીઓ મોટિવેશન પૂરૂ પાડ્યું હતું.

    શિક્ષિત સમાજ, વિકસિત સમાજના સૂત્ર ને સાથે રાખી અને આગળ વધવા જણાવ્યું હતું. આ ક્લાસનો અત્યારે 130 જેટલાં યુવાઓ લાભ લઈ રહ્યા છે. આ ક્લાસ માટે આહિર સમાજના તજજ્ઞો ધર્મેન્દ્રભાઈ કનારા (સાવરકુંડલા) હિરેનભાઈ પિંડારિયા (જામખંભાળિયા) નારણભાઇ કરમુર (મોરબી) પોતાની સેવાઓ આપે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending