• Home
  • Kutchh
  • Bhuj
  • કચ્છના લોકપ્રશ્નો મુદ્દે લડત આપવા નવા કોંગી પ્રમુખે કોલ આપ્યો

કચ્છના લોકપ્રશ્નો મુદ્દે લડત આપવા નવા કોંગી પ્રમુખે કોલ આપ્યો

યજુવેન્દ્રસિંહે પદ સંભાળ્યું-નરેશભાઇને વિદાય અપાઇ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:16 AM
કચ્છના લોકપ્રશ્નો મુદ્દે લડત આપવા નવા કોંગી પ્રમુખે કોલ આપ્યો

કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત પ્રમુખના પદગ્રહણ અને પૂર્વ પ્રમુખના વિદાયમાનનો કાર્યક્રમ યોજાઇ ગયો.

કાર્યક્રમના પ્રારંભે પક્ષના કાર્યકરોની બાઇકરેલી શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી. ટાઉનહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં નવનિયુક્ત પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ પદભાર ગ્રહણ કર્યો હતો. તેમણે જિલ્લામાં કોંગ્રેસના સંગઠનને ચેતનવંતુ બનાવી જિલ્લાના લોકપ્રશ્નો મુદ્દે લડત આપવાનો કોલ આપ્યો હતો. પૂર્વ પ્રમુખને આ વેળાએ વિદાયમાન અપાયું હતું. મંચસ્થ મહાનુભાવોએ પૂર્વ પ્રમુખની સક્રિય કામગીરીને બિરદાવી હતી. પ્રતિભાવમાં નરેશભાઇએ ત્રણ વર્ષ દરમિયાન તમામ સ્તરેથી મળેલા સહકાર બદલ સૌનો આભાર માની પક્ષના સૈનિક તરીકે હંમેશાં કાર્યરત રહેવાની ખાતરી આપી હતી. આ વેળાએ જિલ્લા પ્રભારી પ્રદ્યુમનસિંહ જાડેજા, રહીમ સોરા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જુમાભાઇ રાયમા, શૈલેન્દ્રસિંહ જાડેજા, આદમ ચાકી, વી.કે. હુંબલ સહિતના પક્ષના અગ્રણીઓ, પદાધિકારીઓ અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ચૂંટણીને ધ્યાને લઇને ભાજપ દ્વારા વિધાનસભા મંડલ બેઠકોનો દોર શરૂ

આજે અંજાર, ગાંધીધામ, રાપરમાં યોજાશે બેઠકો

ભાસ્કર ન્યૂઝ. ભુજ

આગામી લોકસભાની ચૂંટણીમાં ફરી સત્તાસ્થાને કમળ ખીલે તે માટે ભાજપ દ્વારા મંડલ બેઠકોનો દોર શરૂ કરાયો છે તે અંતર્ગત ભુજ, માંડવી અને અબડાસા વિધાનસભા હેઠળ આવતાં મંડલોની બેઠક યોજાઇ હતી.

કચ્છ-મોરબી સંસદીય ક્ષેત્રના પ્રભારીઓ રણછોડ દેસાઇ, હિતેશ ચૌધરી, વર્ષાબેન દોશી, દિલીપ ઠાકોરે ઝોન પ્રભારી કે.સી. પટેલની અધ્યક્ષતામાં કુલ્લ આઠ મંડલો સાથે વિચાર-વિમર્શ યોજ્યો હતો. બેઠકમાં વિધાનસભા દીઠ વિસ્તારકોની નિમણૂંક કરવી, લોકોને મિસકોલ દ્વારા પ્રા. સભ્ય બનાવવા, સરકારની ઉપલબ્ધિથી શ્રેષ્ઠીઓને અવગત કરાવવા, નમો એપનો પ્રચાર કરવા સહિતના અનુરોધ કરાયા હતા.

જિલ્લા સંગઠન પ્રભારી બિપીન દવે અને જિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલે પણ માર્ગદર્શન આપ્યું હતું. 10/8ના અંજાર, ગાંધીધામ અને રાપર વિધાનસભા હેઠળના મંડલો સાથે અને 11/8ના મોરબીના મંડલો સાથે પણ આ જ રીતે બેઠક યોજાશે. આ વેળાએ અનિરુદ્ધ દવે, વલમજી હુંબલ, શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
કચ્છના લોકપ્રશ્નો મુદ્દે લડત આપવા નવા કોંગી પ્રમુખે કોલ આપ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App