• Home
  • Kutchh
  • Bhuj
  • નખત્રાણા, મુન્દ્રા, ગઢશીશામાં અડધોથી પોણો ઇંચ વરસાદ

નખત્રાણા, મુન્દ્રા, ગઢશીશામાં અડધોથી પોણો ઇંચ વરસાદ

નખત્રાણા, મુન્દ્રા, ગઢશીશામાં અડધોથી પોણો ઇંચ વરસાદ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:16 AM IST
શનિવારે અષાઢ માસ પૂર્ણ થશે તેમ છતાં કચ્છ પર મેઘ મહેર થઇ નથી તેવામાં છેલ્લા કેટલાક દિવસથી છવાયેલા મેઘાવી માહોલ વચ્ચે ગુરૂવારે નખત્રાણા, ગઢશીશા અને મુન્દ્રામાં ધીમી ધારે અડધોથી પોણો ઇંચ પાણી પડ્યું હતું. ભુજમાં વરસેલા ઝાપટાંથી માર્ગો ભીંજાયા હતા જ્યારે માંડવીમાં પાણી વહી નીકળ્યું હતું. જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટાં પડ્યા હતા. નખત્રાણામાં વહેલી સવારથી 11 વાગ્યા સુધીના ગાળામાં ધીમી ધારે અડધો ઇંચ જેટલું પાણી વરસતાં ગરમીમાં રાહત મળી હતી. તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હળવાં ઝાપટા પડ્યા હતા.

...અનુસંધાન પાના નં.13



મુન્દ્રા મધ્યે વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદે વરસવાનું શરુ કરતાં નગરજનો ઘેલમાં આવી ગયા હતા.પરંતુ કલાક વાર ધીમી ધારે ચાલેલો વરસાદ 20મીલી વરસી થંભી જતા લોકોની આશા ઠગારી નીવડી હતી. મામલતદાર કચેરી મધ્યે આજના 20 મિલી વરસાદ સાથે મોસમનો કુલ્લ 45 મીમી વરસાદ નોંધાયો હતો.સામાન્ય વરસાદના પગલે નગરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણીના ખાબોચીયા ભરાયા હતા.અને કાયમ મુજબ વીજ પુરવઠો દિવસ દરમ્યાન સમયાંતરે ખોરવાયો હતો.જયારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સમાંતર વર્ષા થઇ હોવાના અહેવાલ સાંપડ્યા હતા.મોટા વિરામ બાદ ફરી વાદળ છાયા વાતાવરણ સાથે વરસાદ થતાં ધરતી પુત્રોની આશા બંધાઈ છે.

માંડવીમાં સવારે 7 વાગ્યાની આસપાસ અડધા કલાક માટે ભારે ઝાપટું પડતાં માર્ગ પર પાણી વહી નીકળ્યાં હતાં. જો કે લોકોએ હવે મેઘો જામશે તેવી અપેક્ષા સેવી હતી તે ફળીભૂત થઇ ન હતી.

ગઢશીશામાં ગઇ સવારે એકથી દોઢ કલાક ધીમી ધારે વરસાદ પડતાં પાણી વહી નીકળ્યાં હતા. વરસાદને કારણે વાવેતરને જીવતદાન મળતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.

ભુજમાં બુધવારે રાત્રે 11.30 અને ગુરૂવારે સવારે 7 વાગ્યાના અરસામાં ઝાપટુ વરસતાં માર્ગો ભીંજાયા હતા. દિવસભર વાદળો છવાયેલા રહ્યા હતા પણ સારા વરસાદની આશા ઠગારી નીવડી હતી.

પશ્ચિમ કચ્છના અબડાસા અને લખપત તાલુકામાં ઝરમર રૂપે હાજરી પુરાવી હતી.પૂર્વ કચ્છનો ભચાઉ, રાપર, અંજાર અને ગાંધીધામ પંથક મોટે ભાગે કોરો ધાકોડ રહ્યો હતો. દરમિયાન હવામાન વિભાગની યાદીમાં પણ કચ્છમાં આગામી બે દિવસોમાં માત્ર હળવા ઝાપટાં પડવાનો વર્તારો વ્યક્ત કરાયો છે.



X
નખત્રાણા, મુન્દ્રા, ગઢશીશામાં અડધોથી પોણો ઇંચ વરસાદ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી