Divya Bhaskar

Home » Kutchh » Bhuj » મેવાણીની ગૃહમંત્રીને ભલામણ, કચ્છ ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખને સૂરક્ષા આપો !

મેવાણીની ગૃહમંત્રીને ભલામણ, કચ્છ ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખને સૂરક્ષા આપો !

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:16 AM

પ્રદેશ અધ્યક્ષને પત્ર લખી જાનનું જોખમ હોવાનું કહ્યું ω ? જીજ્ઞેશ મેવાણીએ લાગ જોઇને સોગઠી મારી લીધી

  • મેવાણીની ગૃહમંત્રીને ભલામણ, કચ્છ ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખને સૂરક્ષા આપો !
    કચ્છ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખે પોતાને જાનનું જોખમ હોવાની ભીતિ વ્યક્ત કરતો પત્ર પ્રદેશ અધ્યક્ષને સંબોધીને લખ્યો હોવાની બાબત સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ લાગ જોઇને સોગઠી મારવા ગૃહમંત્રીને પત્ર લખી ભલામણ કરી છે કે, કચ્છ ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખને તો સૂરક્ષા આપો !

    સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કચ્છ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ સામંત મહેશ્વરીના પત્રમાં એવું જણાવાયું છે કે, ગઇ તા. 8મી ઓગસ્ટે તેમને મારી નાખવા માટે ગાડી ભરીને માણસો ગયા હતા. આ મામલે મેવાણીએ રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખીને કહ્યુ છે કે, ભાજપ અનુસુચિત જાતિના પ્રમુખને કચ્છ પોલીસ પર ભરોસો નથી એટલે પોલીસને જાણ કર્યા વિના સીધી ભાજપ પ્રદેશમાં જાણ કરી છે.

    ભાજપના હોદ્દેાદાર સાથે આવી ઘટના બીલકુલ ચલાવી ના લેવાય. એમ જણાવીને મેવાણીએ લખ્યુ છે કે, સરકાર મારી તો સુરક્ષા ન વધારી શકી પણ ભાજપના હોદ્દેદારને તો યોગ્ય સુરક્ષા આપો.

    કચ્છ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ સામંત મહેશ્વરીનો ફોન સતત બંધ આવતા તેમનો સંપર્ક થઇ શક્યો નથી. જો કે, આવો પત્ર લખાયો હોવાની વાત આવી હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલે સ્વીકાર્યુ હતુ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending