Divya Bhaskar

Home » Kutchh » Bhuj » ભુજની પાણી વિતરણ વ્યવસ્થા રૂદ્રમાતા ડેમ પાસે ખસેડવા વિકલ્પનો સર્વે કરાયો

ભુજની પાણી વિતરણ વ્યવસ્થા રૂદ્રમાતા ડેમ પાસે ખસેડવા વિકલ્પનો સર્વે કરાયો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:16 AM

ટપ્પરથી રૂદ્રમાતા ડેમમાં નર્મદાના નીર લઈ જવાની શક્યા તપાસાય છે

  • ભુજની પાણી વિતરણ વ્યવસ્થા રૂદ્રમાતા ડેમ પાસે ખસેડવા વિકલ્પનો સર્વે કરાયો
    ભુજ શહેરની રોજની પીવાના પાણીની જરૂરિયાત દિવસે દિવસે વધતી જાય છે, જેથી ટપ્પર ડેમથી રૂદ્રમાતા ડેમમાં નર્મદાના નીર ઠાલવીને રૂદમાતા ડેમ પાસે પાણી વિતરણ વ્યવસ્થા ખસેડવાની વૈકલ્પિક વ્યવસ્થા વિચારાઈ રહી છે. જે માટે સર્વે ચાલી રહ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું.

    ભૂકંપ બાદ ભુજની વિસ્તાર 6 કિ.મી.માંથી વધીને 56 કિ.મી.ના ઘેરાવામાં ફેલાઈ ગયો છે. વળી વિસ્તારની સાથે વસતી પણ દિવસે દિવસે દિવસે વધતી જાય છે. જેને પીવાનું પાણી પૂરું પાડવાની વિકટ સમસ્યા પણ દિવસે દિવસે વિકરાળ રૂપ લઈ રહી છે. દાયકાઓ પહેલા ગણ્યા ગાઠ્યા બોરમાંથી પીવાનું પાણી ઉલેચીને નળ વાટે દિવસમાં 2 વખત અપાતું હતું, પરંતુ હવે 17 જેટલા કાર્યરત બોરમાંથી 5 અેમ.એલ.ડી., નર્મદાનું કુકમા પાસેથી 14 એમ.એલ.ડી., એરપોર્ટ સંપ પાસે 6 એમ.એલ.ડી. અને અન્ય એરવાલ્વ મારફતે 3 એમ.એલ.ડી. પાણી મળતું હોવા છતાં 5થી 7 દિવસે પાણી વિતરણ કરી શકાય છે.

    ભવિષ્યમાં સ્થિતિ વધુને વધુ વણસી શકે એમ છે, જેથી ટપ્પર ડેમમાં નર્મદાના નીર ઠાલવ્યા બાદ ટપ્પર ડેમમાંથી રૂદમાતા ડેમમાં પાણી લઈ આવવાની યોજના છે. રૂદ્રમાતા ડેમમાંથી ભુજવાસીઓને પીવાનું પાણી પૂરું પાડવા માટે આખી વિતરણ વ્યવસ્થા જ રૂદ્રમાતા ડેમ પાસે ખસેડવાની યોજના વિચારણા હેઠળ છે. જે માટે સર્વે ચાલી રહ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું.

    ડેડ સ્ટોકમાંથી 8 મહિના પાણી મળી શકે

    સૂત્રોએ જણાવ્યું હતું કે, રૂદ્રમાતા ડેમ 1968માં બન્યા પછી 4થી 5 વખત જ ઓવરફ્લો થયો છે. જે તેની વિશાળતા બતાવે છે. રૂદમાતામાંથી સિંચાઈ માટેનો જથ્થો ખતમ થયા બાદ પીવા માટે ડેડ સ્ટોક રખાય છે. જે ડેડ સ્ટોકમાંથી જ ભુજ શહેરને 8 મહિના સુધી પીવાનું પાણી પૂરું પાડી શકાય એટલો બધો સ્ટોક હોય છે. જોકે, એ ડેડ સ્ટોકનું પાણી ખારું થઈ જતું હોય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending