• Home
  • Kutchh
  • Bhuj
  • હમીરસર કાંઠે 15મીની પૂર્વ સંધ્યાએ દેશભક્તિનો માહોલ

હમીરસર કાંઠે 15મીની પૂર્વ સંધ્યાએ દેશભક્તિનો માહોલ

રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવ જાગે તે માટે આગામી 72માં સ્વાતંત્ર...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:16 AM
હમીરસર કાંઠે 15મીની પૂર્વ સંધ્યાએ દેશભક્તિનો માહોલ
રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવ જાગે તે માટે આગામી 72માં સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ એટલે કે ૧૪મી ઓગષ્ટે ભુજમાં ત્રિરંગાયાત્રા સાથે ભુજના હૃદય સમાન હમીરસર તળાવના કાંઠે સ્થાનિક કલાકારો દ્વારા દેશભક્તિના ગીતોનો ‘યાદ કરો કુરબાની’ કાર્યક્રમ યોજાશે. જે માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે ગુરુવારે બેઠક યોજવામાં આવી હતી, જેમાં આયોજન ઘડી કાઢવામાં આવ્યો હતો.

બેઠકમાં નકકી થયા અનુસાર જયુબિલી ગ્રાઉન્ડથી ત્રિરંગાયાત્રામાં સૌથી આગળ પોલીસની ખુલ્લી જીપમાં રાષ્ટ્રધ્વજને સન્માન સાથે રાખીને પોલીસ બેન્ડ તેમજ 72 બાઇક ઉપર 144 યુવાનો ત્રિરંગાયાત્રામાં જોડાશે. તિરંગા સાથેના બાઇકસવારો ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો બાઇક સવારીથી જોડાશે. ખુલ્લી જીપમાં રહેલા રાષ્ટ્રધ્વજનું ફૂલની પાંખડીઓ દ્વારા નાગરિકો સન્માન તેમજ પૂ. મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, ક્રાંતિવીરો ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદની તસવીરોથી તિરંગાયાત્રા સુશોભિત કરાશે. સ્થાનિક પદાધિકારીઓ તેમજ સ્થાનિક સ્વરાજયની સંસ્થાના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. નાગરિકો સહિતોના હાથમાં દેશભક્તિના સુત્રો તેમજ પ્લેકાર્ડ પ્રદર્શિત કરાશે. સમાપન કાર્યક્રમમાં મશાલ પ્રજવલન કરાશે આ મશાલ સમક્ષ નાગરિકો દેશ પ્રત્યે પ્રતિજ્ઞા સમર્પણના સંકલ્પ કરશે.

X
હમીરસર કાંઠે 15મીની પૂર્વ સંધ્યાએ દેશભક્તિનો માહોલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App