• Home
  • Kutchh
  • Bhuj
  • વરસાદી પાણીના નાલીના કામમાં થયેલા ભ્રષ્ટાચાર સામે નગરસેવક ધરણા કરશે

વરસાદી પાણીના નાલીના કામમાં થયેલા ભ્રષ્ટાચાર સામે નગરસેવક ધરણા કરશે

1-8ના ફરિયાદ કરાઇ, 13-8ના ધરણા

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:15 AM
વરસાદી પાણીના નાલીના કામમાં થયેલા ભ્રષ્ટાચાર સામે નગરસેવક ધરણા કરશે
ભુજમાં ઓલ્ફ્રેડ હાઇસ્કૂલથી રવિ સિનેમા સુધી બનાવવામાં આવેલા વરસાદી પાણીના નિકાલ માટેની નાલીના કામમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે કલેકટર સમક્ષ નગરસેવકે ફરિયાદ કરી હોવા છતાં કોઇ પણ જાતની તપાસના હુકમો કરવામાં ન આવતા ધરણા સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી આપવામાં આવી છે.

કોંગ્રેસી નગરસેવક માલસી માતંગના જણાવ્યા મુજબ તા. 1/8ના આ કામના ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવી હતી. તેની તપાસના હુકમ કરવામાં આવ્યા નથી. તેને લીધે માતંગને સાથીદારો સાથે તા. 13/8ના સોમવારથી ધરણા યોજવાની ફરજ પડશે. જો ધરણા બાદ પણ યોગ્ય તપાસના હુકમ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ અન્ય કાર્યક્રમો પણ આપવામાં આવશે એમ તેમણે એક યાદીમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વરસાદી નાળાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ અગાઉ પણ થઇ ચુકયા છે તો વિડીયો પણ વાયરલ થયો હતો.

X
વરસાદી પાણીના નાલીના કામમાં થયેલા ભ્રષ્ટાચાર સામે નગરસેવક ધરણા કરશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App