• Home
  • Kutchh
  • Bhuj
  • ભુજમાં પણ ગણપતિની ખંડિત મૂર્તિઓ ‘રિપેર’ કરીને વેંચાશે

ભુજમાં પણ ગણપતિની ખંડિત મૂર્તિઓ ‘રિપેર’ કરીને વેંચાશે

ગણેશોત્સવને હવે થોડા દિવસો બાકી : મૂર્તિ ને પુનઃરૂપ આપી સ્થાપના કરવી અશુભ છે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:15 AM
ભુજમાં પણ ગણપતિની ખંડિત મૂર્તિઓ ‘રિપેર’ કરીને વેંચાશે
હિન્દુ શાસ્ત્રીય માન્યતા મુજબ કોઈ પણ ભગવાનની મૂર્તિ ખંડિત થાય તો ત્યારબાદ તેનું વિસર્જન કરવું પડે છે તેમાં પણ વિસર્જિત મૂર્તિને સ્થાપિત કરવી એ અશુભ સમાન છે. ગણેશોત્સવને હવે થોડા દિવસો બાકી છે ત્યારે શહેરમાં વિઘ્નહર્તાની મૂર્તિ ને સજી-ધજીને ભાવિકોને મૂલ્ય નક્કી કરીને આપતા વેચાણકર્તા આવી જ ખંડિત મૂર્તિઓ આપતા હોય છે. કાયદાકીય કોઈ જ કાર્યવાહી થઈ શકે તેવી જોગવાઇ ન હોવાને કારણે આ વેપાર ચાલે છે ત્યારે લોકજાગૃતિ રોક લગાવી શકે તેમ છે. દિવ્યભાસ્કર દ્વારા ખંડિત મૂર્તિ ની સ્થાપના થવી ન જોઈએ તેમજ પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિ નો બહિષ્કાર થવો જોઈએ તેવી લોક જાગૃતિ અભિયાન અંતર્ગત કચ્છના પ્રસિદ્ધ કર્મકાંડી બ્રાહ્મણ સાથે વાતચીત કરતા તેમણે આપેલા તેમના મંતવ્યો રજૂ કર્યા છે.

ખંડિત મૂર્તિનું વિસર્જન બાદ તેમાં પ્રાણ ન પુરી શકાય

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મૂર્તિમાં પ્રતિષ્ઠા થાય ત્યારે પ્રાણ પૂરાયા ની ભાવ વ્યક્ત કરાય છે,જે ભાવ મૂર્તિને જરા પણ ખંડિત થતા નષ્ટ થાય છે, તેથી તેનું વિસર્જન કરવું જ પડે. અને તેમાં પણ વિસર્જિત ખંડિત મૂર્તિ ને પ્રતિષ્ઠિત કરવી તે શાસ્ત્રીય રીતે દોષિત કાર્ય છે. જેમ મનુષ્ય નું મૃત્યુ થાય ત્યારબાદ તેમાં પ્રાણ પૂરી શકાતા નથી તે જ રીતે મૂર્તિ ખંડિત થયા બાદ તેને વિસર્જિત કરવી જ પડે છે. ચેતનભાઈ ઠાકર, પ્રમુખ, ભુજ તાલુકા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળ

મૂર્તિનું અંગ ભગ્ન થતાં તેની સ્થાપના વર્જ્ય છે

શાસ્ત્રોમાં ભગવાનની મૂર્તિ ના અંગો ના ત્રણ પ્રમાણ આપ્યા છે. ઉત્તમ,મધ્યમ અને કનિષ્ઠ અંગ. આ ત્રણેમાંથી કોઈ પણ અંગ ભગ્ન થાય તો તેની પ્રતિષ્ઠા થઈ ન શકે. નારણપરમા 50 વર્ષ જૂની પૂજા કૃષ્ણ ભગવાનની મૂર્તિ ના અંગૂઠો નીકળી જતાં તેને વિસર્જિત કરી હતી. વિઘ્નહર્તાને જ્યારે આપણે એક ભાવ સાથે ઘરે 5 થી 21 દિવસ સ્થાપના કરતા હોઈએ ત્યારે જો તે ખંડિત મૂર્તિ પુનઃરૂપ ધારણ કરેલી હોય તો તેના દોષ આપણે પણ લાગે છે. શાસ્ત્રી દુગેશભાઈ , પ્રધાન આચાર્ય, સંસ્કૃત પાઠશાળા, સુખપર

શરીરમાં જેમ ફરીથી પ્રાણ ન પુરાય તેમ મૂર્તિ ખંડિત થયા બાદ પુનઃ સ્થાપિત ન થાય

શાસ્ત્રોમાં મૂર્તિને પ્રાણ પૂરવાનું આહ્વાન આપી ને સાક્ષાત દેવ સમાન માનવામાં આવે છે ત્યારે તેને ધાર્મિક ભાવ સાથે પૂજા અર્ચના અને સેવા કરવામાં આવે છે. જો આ મૂર્તિના કોઇ પણ અંગને ક્ષતિ પહોંચે તો એક જીવંત મનુષ્ય જેટલી જ તકલીફ પડી હોવાનું મનાય છે અને ત્યારબાદ તેનું પૂજન કરવું દોષ ગણાય છે. આથી ખંડિત મૂર્તિ ને કોઈપણ વ્યક્તિ કારીગર હોય કે અન્ય ફરીથી તેના મૂળ રૂપમાં લઇ આવીને કોઈને આપી પણ નથી શકાતી કે સ્થાપી પણ નથી શકાતી. અવિનાશ કરુણા શંકર જોશી, અંબાધામ, ભચાઉ

X
ભુજમાં પણ ગણપતિની ખંડિત મૂર્તિઓ ‘રિપેર’ કરીને વેંચાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App