• Gujarati News
  • National
  • ભુજ મર્કેન્ટાઇલ બેંકે રાજયની 220 બેંકના રેસીયામાં ટોચનું સ્થાન મેળવ્યું

ભુજ મર્કેન્ટાઇલ બેંકે રાજયની 220 બેંકના રેસીયામાં ટોચનું સ્થાન મેળવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત અર્બન કો-ઓપ. બેંક ફેડરેશન અમદાવાદ દ્વારા ગુજરાતની સહકારી બેંકોની બારમી પરિષદ સહકાર સેતુ-2018નું આયોજન કરાયું હતું. ફેડરેશન દ્વારા નાણાકીય સ્થિતિ અંતર્ગત રિટર્ન ઓન એસેટસ, કાસા ડિપોઝીટ, 52 એમ્પલોઈ બિઝનેશ, સીડી રેસીયો વિગેરે શ્રેણીમાં એવોર્ડની જાહેરાત કરી હતી. જેમાં 100થી 500 કરોડની વર્કિંગ કેપીટલ ધરાવતી બેંકોમાં સીડી રેસીયોની 1 રેન્કનો એવોર્ડ મર્કેન્ટાઇલ બેંકને જાહેર થયો હતો. બેંકના ઇન્ચાર્જ સીઇઓ સ્મિત મોરબીયા અને રીટાબેન શાહે આ એવોર્ડ સ્વિકાર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઇશ્વરભાઇ પટેલ, આરબીઆઇના ગર્વનર એન. વિશ્વનાથન, અજયભાઇ પટેલ, જયોતિન્દ્ર મહેતા, ડોલરભાઇ કોટેચા, જે.વી.શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...