• Home
  • Kutchh
  • Bhuj
  • ભુજવાસીઓ, આનંદો ! શહેરને અઠવાડિયામાં મળશે 3 વખત પાણી

ભુજવાસીઓ, આનંદો ! શહેરને અઠવાડિયામાં મળશે 3 વખત પાણી

COએ વિતરણમાં અસમાનતા દૂર કરવા બેઠક યોજી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:15 AM
ભુજવાસીઓ, આનંદો ! શહેરને અઠવાડિયામાં મળશે 3 વખત પાણી
ભુજમાં કેટલાક વિસ્તારોમાં અઠવાડિયે એકવાર અને કેટલાક વિસ્તારોમાં સપ્તાહમાં એકથી વધુવાર પાણી વિતરણ કરાય છે. જે અસમાનતા દૂર કરવા મુખ્ય અધિકારીએ સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં તમામ વિસ્તારોને અઠવાડિયામાં બેથી ત્રણ વખત પાણી પહોંચતું કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

મુખ્ય અધિકારી સંદિપસિંહ ઝાલાએ મોકલાવેલી અખબારી યાદીમાં જણાવાયું હતું કે, ભુજ નગરપાલિકા વિસ્તારમાં આપવામાં આવતા પાણી પુરવઠાની વિસ્તર વ્યવસ્થા સંદર્ભે અવારનવાર લોક ફરિયાદો મળે છે. જેને ધ્યાને લઈને બુધવારના નગરઅધ્યક્ષા લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા, વોટર સપ્લાય બ્રાન્ચના ચેરમેન કૌશલ મહેતા અને ઉપપ્રમુખ રામ ગઢવી સાથે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં ઉંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમીક્ષા બેઠકમાં શહેરના કેટલાક વિસ્તારોને અઠવાડિયામાં એક વખત અને કેટલાક વિસ્તારોને અઠવાડિયામાં એકથી વધુ વખત પાણી વિતરણ કરાતું હોવાની હકીકત બહાર આવી હતી, જેથી આ અસમાનતા દૂર કરવા માટે સમગ્ર પાણી વિતરણ વ્યવસ્થામાં જરૂરી ધરખમ ફેરફારો કરવા નિર્ણય લેવાયો હતો, જેમાં શહેરના તમામ વિસ્તારોને સમાન ધોરણે અઠવાડિયામાં 2થી 3 વખત પાણી વિતરણ થાય તેવા હેતુસર વિતરણ વ્યવસ્થા ગોઠવવાની કાર્યવાહી ચાલી રહી છે. જેની અમલવારી 10મી ઓગસ્ટથી કરવામાં આવશે.

X
ભુજવાસીઓ, આનંદો ! શહેરને અઠવાડિયામાં મળશે 3 વખત પાણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App