Divya Bhaskar

Home » Kutchh » Bhuj » ભુજની બેન્ક સાથે 1 કરોડની ચીટીંગ કરનારો આરોપી બે દિ’ના રિમાન્ડ પર

ભુજની બેન્ક સાથે 1 કરોડની ચીટીંગ કરનારો આરોપી બે દિ’ના રિમાન્ડ પર

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:15 AM

મોટી મઉના પિસ્તોલના કિસ્સામાં સંડોવણી બહાર આવી હતી બેન્ક સાથે ફ્રોડ કરી છેલ્લા 6 વર્ષી નરેશ ભાનુસાલી...

  • ભુજની બેન્ક સાથે 1 કરોડની ચીટીંગ કરનારો આરોપી બે દિ’ના રિમાન્ડ પર
    માંડવી તાલુકાના મોટી મઉ ગામના યુવકને પિસ્તોલ આપવાના કેસમાં ઝડપાયેલા ભુજના નરેશ ખીમજી ભાનુસાલીનો ભુજ બી ડીવિઝન પોલીસે ગઢશીશા પોલીસ પાસેથી કબજો લઇ ભુજની કોસમોસ બેન્કમાં ગત 2006ની સાલમાં કોસમોસ બેન્કમાંથી મકાન અને જમીનના વસ્તાવેજોના આધારે કરોડની ચીટીંગ કરવાના કેસમાં વિધીવત ધરપકડ કરી કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

    ગત જાન્યુઆરી 2013ના બી ડિવિઝન પોલીસ મથકમાં ભુજના ભાનુશાલીનગરમાં રહેતા નરેશ ખીમજીભાઈ ભાનુસાલીએ કોસમોસ બેન્કમાં વસ્તાવેજોના આધારે એક કરોડની લોન લીધી હતી, દરમિયાન આ દસ્તાવેજો રેકર્ડમાં ચડાવવાના નામે બેન્ક પાસે જે ગીરવે મુકેલા હતા તે લઇ બેકના હપ્તા ન ભરી બેન્ક સાથે વિસ્વાસધાત કરી નાશી છુટ્યો હતો, આ દસ્તાવેજ પરત લેવાની અરજીમાં બેન્કના સહિ સિક્કા જેતે વખતના બેન્ક મેનેજર વિજય મહેતાએ કરી આપ્યા હતા.આ કેસમાં બેન્ક મેનેજેર જગદીશ કાનજીભાઇ ચાવડાએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપીઓ સામે વિસ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન દસ્તાવેજ પરત આપી સહિ સિક્કા કરી આપનારા વિજય મેહતાને બેન્કમાંથી સસ્પેડ કરી દેવાયા હતા. બીજીતરફ એસોજીએ મઉ ગામના શખ્સને પીસતોલ સાથે પકડ્યો તેમા ભુજના નરેશની સંડોવણી નિકળ્યા બાદ ગઢશીશા પોલીસે ધરપકડ કરી પુચ્છતાછ હાથ ધરતા બેન્ક સાથેની ઢગાઇના કેસમાં છેલ્લા ઘણા વર્ષોથી નરેશ નાસ્તો ફરતો હોવાનું બહાર આવતાં બી ડિવિઝન પોલીસે નરેશની ધરપકડ કરી વધુ માહિતી ઓકાવા કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવી જીણવટભરી તપાસ બી ડિવિઝન પીઆઇ વી.બી કોઠીયાએ હાથ ધરી છે.

    ભુજના શખ્સના પકડ વોરંટ સાથે મુંબઇ પોલીસના બે દિવસથી ભુજમાં ધામા

    ભુજના નરેશ ભાનુસાલીએ ગત 21 જાન્યુઆરી 2013ના ભુજની કોસમોસ બેન્કમાં મીલ્કતો અંગેના દસ્તાવેજના આધારે એક કરોડની લોનની છેપરપીંડીના કેસમાં બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે, તો બીજી તરફ નરેશે મુંબઇમાં અનેક ફુલેકા ફેરવી કરોડો ગફલો કર્યો હોવાનું બહાર આવ્યું છે, જેમા છેલ્લા બે દિવસથી મુંબઇ પોલીસ આરોપી નરેશની ધરપકડના પાંચથી વોરંટ સાથે ભુજમાં આવી પહોંચી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું બી ડિવિઝન પોલીસની રિમાન્ડ દરમિયાન આરોપીએ આચરેલા કરતુતોના હિસાબ કિતાબ બહાર આવે તેમ છે, તેમજ મુંબઇ તે પછીની કાર્યવાહી હાથ ધરે તેમ મનાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending