• Gujarati News
  • National
  • સાંધીપુરમમાં મોકલાવેલા 2.58 લાખના સળીયા સગેવગે કરનાર ડ્રાઇવર સામે ફોજદારી

સાંધીપુરમમાં મોકલાવેલા 2.58 લાખના સળીયા સગેવગે કરનાર ડ્રાઇવર સામે ફોજદારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખપત તાલુકાના સાંધીપુરમ ખાતે સાંધી સિમેન્ટ કંપનીમાં ગત 31 જુલાઇના લોખંડના સળીયાઓ ખાલી કરવા આવેલા ટ્રક ડ્રાઇવરે માર્ગ વચ્ચે 2 લાખ 58 હજારની કિંમતનો માલ સગેવગે કરી નાખી કંપની સાથે છેતરપીંડી કરતાં સોમવારે વાયોર પોલીસ મથકમાં આરોપી સામે ગુનો નોંધાયો છે.

વિસ્વમભર શીવાનંદ ઝા રહે સાંધીપુરમની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ટ્રક ડ્રાઇવર જોગારામ નારાયણરામ ચાૈધરી રહે બાડમેર રાજસ્થાન વાળો ભચાઉ તાલુકાના સામખિયાળીમાં આવેલી ઇ.ટી.કંપનીમાંથી ગત 31 જુલાઇના 29,970 મેટ્રીક ટન ઇએમટી સળીયા ભરીને ટ્રક જી.જે.12 બીડબ્લ્યુ 2158માં સાંધી સિમેન્ટ કંપનીમાં ખાલી કરવા લઇ આવતો હતો.

આ દરમિયાન તે માર્ગ વચ્ચે 6,200 મેટ્રીક ટન સળીયા નંગ 130 કિંમત 2 લાખ 58 હજારના બારોબાર સગેવગે કરી નિયત સ્થળે ન પહોંચાડી છેતરપીંડી કરી હતી. વાયોર પોલીસે આરોપી વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...