તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj નખત્રાણાના જાલુ ગામે દાઝેલી કિશોરીએ દમ તોડ્યો

નખત્રાણાના જાલુ ગામે દાઝેલી કિશોરીએ દમ તોડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણા તાલુકાના જાલુ ગામે રસોઇ બનાવતી વખતે ચુલામાં લાકડા નાખતી વખતે કેરોસીનથી આગ લાગતાં ગંભીર રીતે દાઝી ગયેલી કિશોરીએ સારવાર લીધા બાદ પોતાના ઘરે દમ તોડ્યો હતો. કિશોરીના મોતથી તેના પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે નખત્રાણાના જાલુ ગામે રહેતી 14 વર્ષીય આઇસાબેન ગુલમામદ જત ગત 29 સપ્ટેબરના બપોરે પોતાના ઘરે ચુલા પર રસોઇ બનાવતી હતી ત્યારે ચુલામાં લાકડા નાખતી વખતે કેરોસીન છાંટતા ભળકો થયો હતો જેને પરિણામે તેને પહેરેલા કપડામાં આગ લાગી જતાં ગંભીર રીતે દાઝી ગઇ હતી.

પ્રથમ સારવાર નખત્રાણા અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ ખસેડાઇ હતી જ્યાંથી તેના પરિવારજનો પરત જાલુ ગામે લઇ આવ્યા હતા. જ્યા બુધવારે બપોરે અંતિમ શ્વાસ લીધો હતો નિરોણા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ એએસઆઇ મુળભારથી પી ગુસાઇએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...