• Gujarati News
  • National
  • દિવ્યાંગ કર્મચારીઓની વેતન વૃદ્ધિ મુદ્દે CMને સમક્ષ ધા

દિવ્યાંગ કર્મચારીઓની વેતન વૃદ્ધિ મુદ્દે CMને સમક્ષ ધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરના વાગડ અંધજન મંડળ દ્વારા વિવિધ સરકારી એકમોમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં કાયમી કરવા અને તેમની વેતન વૃદ્ધિના મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઇ છે.

રજૂઆતમાં જણાવાયા મુજબ હાલમાં વિવિધ સરકારી એકમોમાં જે દિવ્યાંગ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે તેમને હાલની મોંઘવારીના સંદર્ભે નજીવું વેતન ચૂકવાઇ રહ્યું છે જેને લીધે પારિવારિક જવાબદારીઓમાં પણ અત્યંત મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 11 માસના કરાર આધારિત કર્મીઓને માત્ર રૂા. 3500 જેટલું વેતન ચૂકવાતું હોવાથી તેમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

વહેલીતકે આ દિવ્યાંગ કર્મીઓની નોકરી કાયમી થાય અને તેમને વિવિધ સરકારી ભથ્થાંના લાભ મળતા થાય તે જોવા અને તેમની પારિવારિક સમસ્યાઓનો નિવેડો આવે તે મુદ્દે સત્વરે કામ કરવા અરજ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...