• Gujarati News
  • National
  • અંજારના વાહન માલિકને નુકસાનીની રકમ ચુકવવા વીમા કંપનીને આદેશ

અંજારના વાહન માલિકને નુકસાનીની રકમ ચુકવવા વીમા કંપનીને આદેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારના અેક વાહન માલિકને અકસ્માતના કારણે તેમના વાહનમાં થયેલ નુકશાનીની રકમ વ્યાજ સહિત ચુકસી આપવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે હુકમ જારી કરી પક્ષકારની તરફણ અને વિમા કંપનીની વિરુધ્ધમાં મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો.

રમેશ મેઘજી સોરઠિયાની માલિકીના ડમ્પરને અમરેલી નજીક અકસ્માત નડયો હતો. તેમણે પોતાના વાહનનો વીમો નેશનલ ઇન્સ્યોરન્સ કંપની ગાંધીધામમાંથી ઉતરાવ્યો હતો. રમેશ સોરઠિયાએ વિમા કંપનીમાં કલેઇમ કરતાં ડમ્પરના જેકના મેકેનીકલ ફેઇલોરના કારણે અકસ્માત થયાનું કહી કલેઇમ મળવાપાત્ર નથી તેમ જણાવ્યું હતું.

આ બાબતથી નારાજ થઇ કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેસ દાખલ કરતાં ફોરમ પ્રમુખ અેન.ટી.સોલંકી અને સભ્ય જે.એચ.મકવાણાએ નેશનલ કમીશન દિલ્હીના ચુકાદાને ટાંકીને ફરિયાદીની તરફેણમાં હુકમ આપી વાહન નુકશાનની 3,66,650ની રકમ 9 ટકા વ્યાજ સાથે ચુકવી આપવા આદેશ કર્યો હતો. ફરીયાદી તરફે અંજારના એડવોકેટ અનિલ બાંભણિયાએ દલીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...